વડોદરા શહેર નજીક આવેલા કલાલી તળાવમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત નીપજયું હતું.
ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.યુવકના મૃતદેહને અટલાદરા પોલીસે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ વધુ કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક માહીતી અનુસાર શહેરના કલાલી નવીનગરી ખાતે રહેતા 42 વર્ષીય સંદીપ મનુભાઈ વસાવા જેવો સાથે અન્ય યુવકો કલાલી તળાવમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન એકાએક સંદીપભાઈ પાણીમાં ડૂબી ગયા હતા.
ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતાની સાથ જ તાત્કાલિક જીઆઇડીસી ફાયર વિભાગના કર્મચારીઓ અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોટ તળાવમાં ઉતારી યુવકની શોધખળ હાથ ધરી હતી.ઘટના સ્થળ પર અટલાદરા પોલીસ ના જણાવ્યા અનુસાર યુવક ડૂબ્યો હોવાની માહિતી ફાયર વિભાગની મળી હતી અને ફાયર વિભાગે યુવકનું મૃતદેહ પોલીસને સોંપ્યો છે. હાલમાં યુવકના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. ત્યાર બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.આ યુવકના લગ્ન થયેલા છે અને એક બાળક પણ હોવાનું હાલમાં સામે આવ્યું છે.
Reporter: admin