સાંસદના પરિવારજનોએ પ્રાથમિક શાળામાં આશરો લઈ રહેલા અસરગ્રસ્તોને મળી તેમના ખબર અંતર પૂછી સુકો નાસ્તો વિતરણ કર્યું.
સેવા પરમો ધર્મની ભાવનાને વરેલા ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં સંકટ સમયે પરસ્પરની વહારે દોડી જવું એ વણલેખો નિયમ કહેવાય છે. બુધવારે શહેરમાં થયેલા અનારાધાર વરસાદને કારણે સમાજના જરૂરતમંદ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.આવા વિપરીત સંજોગો અને કપરા કાળમાં નવનિયુક્ત યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીનો પરિવાર અસરગ્રસ્તોની મદદે આવ્યો હતો.
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા નંબર14 તથા સમા ગામ ખાતે નવી નગરી પ્રાથમિક શાળા,વેમાલી વસાહત ના મકાનમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તો હાલ આશરો લઈ રહ્યા છે. સાંસદના પરિવારે શુક્રવારે સાંજે અસરગ્રસ્તોની વચ્ચે પહોંચી જઈ તેમની આ આપવીતી સાંભળી તેમને હૈયાધારણા આપી હતી. એટલું જ નહીં પરિવાર જનોને ચવાણું (સુકો નાસ્તો ) પેકેટ નું વિતરણ કરયુ હતું...સંકટ સમયના આ સેવાકાર્યમાં મહાવીરસિંહ રાજપુરોહિત તેમજ કાર્યકર્તાઓ અન્ય સેવાભાવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તબક્કે આગામી દિવસોમાં પણ સંકટ સમયનો આ સેવા યજ્ઞ ચાલુ રાખવાની લાગણી પરિવારજનોએ વ્યક્ત કરી હતી.
Reporter: admin