મૂળ હાલોલના ઘોઘંબાના રહેવાસી મહેન્દ્રભાઈ પરમારનું લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યું હતું.
ઇજાગ્રસ્ત મૃતક માર મારતા જાહેર રોડ પર પડી જતા ગણતરીની મિનિટોમાં મૃત્યુ પામતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મૃતકના સાસુ લીલાબેનના આક્ષેપ પ્રમાણે બે બાપ દીકરા એ લાકડી વડે માર મારતા મૃત્યુ નિપજ્યું હતું.
મૃત્યુ પાછળનું કારણ હજુ પણ અકબંધ. ક્યાં કારણોસર આ રીતે જાહેર રોડ પર લાકડીના ફટકા માર્યા ? કોણે આ કૃત્ય કર્યું ? શું કારણ હશે ? જેવા પ્રશ્નો અકબંધ છે. બનાવના પગલે સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin