દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકા ના ચાકલીયા પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા લીલેશ ચરપોટ નામ ના ઇસમે એક 12 વર્ષીય કિશોરી ને ફોસલાવી પ્રેમ સંબંધ રાખ્યો હતો અને ત્યારબાદ તેને ઘર છોડી ભાગી જવા માટે તૈયાર કરી હતી.
ડિસેમ્બર 2022 માં બાઈક ઉપર બેસાડી લીમખેડા લાઇ ગયો હતો જ્યાં સગીરા ને સુરત ની બસ માં બેસાડી કહ્યું કે હું બીજી વ્યવસ્થા કરી ને પાછળ થી સુરત આવું છુ કહી સગીરા ને સુરત મોકલ્યા પછી લીલેશ ગયો નહોતો સગીર ને તરછોડી મૂકી જ્યારે સુરત ના બસ સ્ટેશન માં સગીરા ની એકલતા નો લાભ લઈ રાહુલ ઉર્ફે સત્યમસિંહ નામ નો યુવક સગીરા ને ફોસલાવી પટાવી નજીક ની હોટલ માં લઈ જઈ દુષ્કર્મ આચરે છે ત્યારબાદ રેલ્વે સ્ટેશન ઉપર મૂકી દે છે સ્ટેશન ઉપર એકલી સગીરા ને જોઈ આનંદસિંહ ઠાકુર અને તેની સાથે લીવ ઈન માં રહેતી પુજા ઉર્ફે સારીયા પઠાણ નામ ની યુવતી એમ બંને જણા સગીરા ને પોતાની સાથે એમના ઘરે લઈ જાય છે ચાર પાંચ દિવસ રાખ્યા પછી બંને જણા વારાણસી લઈ જઈ દેહ વ્યાપાર ના ધંધા માં ધકેલી દે છે થોડા મહિના તેની પાસે વ્યાપાર કરાવી વિરેન્દ્ર સિંઘ નામ ના ઈસમ ને સોપે છે
વિરેન્દ્ર્સિંહ તેની પરિચિત આકાંક્ષા ઉર્ફે શબનમ નામ ની યુવતી ને સોપે છે જે યુવતી બ્યુટી પાર્લર ની આડ માં વારાણસી ખાતે દેહવ્યાપાર નો ધંધો ચલાવે છે થોડા મહિના આકાંક્ષા પણ આ સગીરા સાથે દેહવ્યાપાર નો ધંધો કરાવે છે સગીરા ને શોધવા માટે 2022 થી દાહોદ પોલીસ ની અલગ અલગ ટીમો એ દાહોદ થી સુરત અને મુંબઈ સુધી ના સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ ની સાથે બાતમીદારો દ્રારા શોધખોળ કરી રહી હતી ત્યારે સગીરા તેની ફોઈ ના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે સગીરા તેમજ તેની સાથે આવેલા આનંદસિંહ ની અટકાયત કરી પૂછપરછ કરતાં સમગ્ર આંતરરાજ્ય દેહવ્યાપાર ના નેટવર્ક નો પર્દાફાશ થયો હતો પોલીસે બે યુવતી સહિત પાંચ ની ધરપકડ કરી કઇ કઈ જગ્યા એ નેટવર્ક ફેલાયેલું છે અન્ય કેટલા લોકો ની સંડોવણી છે તે દિશા માં તપસ હાથ ધરી છે
Reporter: News Plus