News Portal...

Breaking News :

નતાશાએ પણ પોતાના એકાઉન્ટ પરથી હાર્દિક પંડ્યા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી?

2024-05-25 11:03:52
નતાશાએ પણ પોતાના એકાઉન્ટ પરથી હાર્દિક પંડ્યા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી?


ભારતીય ટીમનો ઓલરાઉન્ડર  આઈપીએલ-2024માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યાની મુશ્કેલીઓનો અંત આવતો નથી.


પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફમાં હાર્દિક સાથે કંઈક ઠીક નથી.  મળી રહેલી માહિતી પ્રમાણે હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વચ્ચે કંઈક ઠીક નથી એવી ચર્ચા થઈ રહી છે.થોડાક સમયે પહેલાં પણ સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી હતી કે નતાશા અને હાર્દિક વચ્ચે ખટપટ ચાલી રહી છે, કારણ કે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદથી હાર્દિકને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો.એ સમયે પણ હાર્દિક પંડ્યાના સમર્થનમાં એક પણ પોસ્ટ કે નિવેદન પત્નીએ આપ્યું નહોતું. છેલ્લાં કેટલાય સમયથી હાર્દિક પંડ્યા સાથેનો કોઈ ફોટો કે સ્ટોરી પોસ્ટ નથી કરી. એટલું જ નહીં બંને જણ અલગ થઈ ગયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.સોશિયલ મીડિયે રેડિટ પર એક પોસ્ટમાં હાર્દિક અને નતાશાના સંબંધો પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે શું હાર્દિક અને નતાશા અલગ થઈ ગયા છે? જોકે, આ પોસ્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ માત્ર એક અટકળ છે, પરંતુ હકીકત એ પણ છે કે બંને જણ એકબીજા માટે કોઈ પોસ્ટ નથી કરી રહ્યા


જોકે, વ્યક્ત કરાઈ રહેલી અટકળોમાં કંઈક તથ્ય હોઈ પણ શકે કારણ કે સોશિયલ મીડિયા પર પોતાનું પૂરું નામ "નતાશા સ્ટેનકોવિક - પંડ્યા" લખતી હતી, પણ હવે તેણે પોતાના નામ માંથી પંડ્યા હટાવી દીધું છે. આ સિવાય ચોથી માર્ચના નતાશાનો બર્થડે હતો અને એ દિવસે હાર્દિક પંડ્યાએ નતાશા માટે કોઈ પોસ્ટ નહોતી કરી તો સામે પક્ષે નતાશાએ પણ પોતાના એકાઉન્ટ પરથી હાર્દિક પંડ્યા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. નતાશાની વોલ પર હાર્દિક પંડ્યા સાથેની એ જ પોસ્ટ દેખાઈ રહી છે જેમાં દીકરો અગસ્ત્ય છે. જોકે, હાર્દિક પંડ્યાનો ભાઈ કુણાલ પંડ્યા અને તેની પત્ની પંખુડી હજી પણ નતાશાની પોસ્ટ પર કમેન્ટ્સ કરે છે. આ જોઈને એક વાત તો સ્પષ્ટ થઈ રહી છે કે નતાશા અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઈક તો ગરબડ છે.

Reporter: News Plus

Related Post