News Portal...

Breaking News :

યોગી સરકાર દ્વારા ફરજિયાત ધર્મ પરિવર્તન અને લવજેહાદની વિરુદ્ધમાં ખરડા પસાર

2024-07-31 10:23:35
યોગી સરકાર દ્વારા ફરજિયાત ધર્મ પરિવર્તન અને લવજેહાદની વિરુદ્ધમાં ખરડા પસાર


લખનઉ: યોગી સરકાર દ્વારા ફરજિયાત ધર્મપરિવર્તન અને લવજેહાદની વિરુદ્ધમાં લાવવામાં આવેલ ખરડાને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાસ કરવી લેવામાં આવ્યું છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન (એમેન્ડમેન્ટ) બિલ-2024’માં સજાને બેગણી કરી દેવામાં આવી છે.


લવ જેહાદ માટે સગીર યુવતીનું અપહરણ કરીને તેના વેચાણ માટે આજીવન કેદની જોગવાઈ છે. જો વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવશે, તો તેને મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવશે.સંસદીય બાબતોના પ્રધાન સુરેશ ખન્નાએ સોમવારે આ બિલ રજૂ કરતી વખતે કહ્યું હતું કે ધર્મ પરિવર્તનના અપરાધ પ્રત્યે સરકારની સંવેદનશીલતા અને ધર્મ પરિવર્તન અને વસ્તીવિષયક પરિવર્તનમાં વિદેશી અને રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્ય યોજનાને કારણે 2021ના આ કાયદામાં દંડ દંડની રકમમાં વધારો કરવો જરૂરી બન્યો છે.


આ કાયદાને 2021 માં યુપી વિધાનસભા દ્વારા પસાર કરીને ઔપચારિક રીતે કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. હવે તેમાં ફેરફાર કરીને જેલની સજા અને દંડની રકમ વધારી દેવામાં આવી છે. જે કોઈ પણ વ્યક્તિના જીવન અથવા સંપત્તિને ધાર્મિક પરિવર્તન કરાવવાના ઈરાદાથી જોખમમાં મૂકે છે.

Reporter: admin

Related Post