મોસ્કો: રશિયામાં ૮૦૦ પેસેન્જર્સ સાથેની એક ટ્રેન સોમવારે મધ્ય એશિયાના તાર્તારસ્થાનના કાઝાનથી બ્લેક-સી ઉપરના એડલર જઈ રહી હતી ત્યારે વોલ્ગોગ્રાડ વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી.
રશિયન રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે ટ્રેનના ડ્રાઇવરે એક કામાઝ ટ્રકને ધસમતો આવતા જોઈ એન્જિન-ડ્રાઇવરે સીટી ઉપર સીટી મારી તે ટ્રક-ડ્રાઇવરને સાવચેત કરવા પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઇવરે કશું ધ્યાન જ ન આપ્યું. પરિણામે આ અકસ્માત સર્જાયો હતો. તેમ રશિયન કેસલેના અધિકારીએ જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું કે, અકસ્માત થતાં ડ્રાયવર તો ટ્રેનમાંથી નીચે કુદી પડયો છે.
આ વિસ્તારમાં આવેલા કોટેલનિસ્કોલ શહેર નજીક જ આ અકસ્માત થતા સહાય તરત જ મોકલવામાં આવી હતી. આ કોટેલનિસ્કૉવ શહેર મોસ્કોથી ૧૨૦૦ કિ.મી. દૂર આવેલું છે.આ અકસ્માતમાં ૧૪૦ને ઇજાઓ થઈ હતી જે પૈકી ૩ બાળકો સહિત કુલ ૧૫ જણાને તો વધુ ઇજાઓ થઇ હતી.તેમને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
Reporter: admin