પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદ્ ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની વિશ્રામની બેઠકજી પાદરા મુકામે આવેલી છે આજરોજ વિપો વૈષ્ણવ યુવા સંગઠન નિઝામપુરા ઝોન દ્વારા પુષ્ટિ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. શ્રી વલવાચાર્યજી મહાપ્રભુજીએ ભુતલ ઉપર પગે ચાલીને સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરી અને જ્યાં જ્યાં મુકામ કર્યો અને ભાગવત પારાયણ કર્યા એ સ્થાન શ્રી મહાપ્રભુજીના બેઠકજી તરીકે પ્રચલિત છે જ્યાં વૈષ્ણવો ઝારી-ચરણસ્પર્શ, દર્શન કરી ધન્યતા અનુભવે છે
આવા જ એક આયોજનને લઈને વિપો નિઝામપુરા ઝોન ષષ્ટપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજશ્રીની પાવનકારી નીશ્રામા પાદરા બેઠકજી ખાતે પહોંચ્યા જ્યાં ઝારી ચરણસ્પર્શ તેમજ ફુલ મંડળીનો મનોરથ તથા આપશ્રીના વચનામૃત થયા વચનામૃતમાં આપ શ્રીએ કંઠી તિલક તેમજ વૈષ્ણવોનું કર્તવ્ય સાથે સાથે સનાતન ધર્મ અને એમાં વૈષ્ણવ સંપ્રદાયનું સ્થાન એ વિષય ઉપર મનનીય પ્રવચન કર્યા તેમજ વૈષ્ણવોના મનમાં ઉદ્ભવતા શ્રી પ્રભુ સેવાકીય પ્રશ્નોનું પણ સમાધાન કર્યું સમગ્ર આયોજનમાં નિઝામપુરા શાખા ના સભ્યો સાથે વિપો સેન્ટ્રલ કમિટી કલ્યાણ રાયજી મંદિર કોર કમિટી ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.
...
Reporter: News Plus