News Portal...

Breaking News :

મા દુર્ગા અને રામના આશીર્વાદથી બધા જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરો : PM નરેંદ્ર મોદી

2024-10-12 12:38:33
મા દુર્ગા અને રામના આશીર્વાદથી બધા જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરો : PM નરેંદ્ર મોદી


નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે દશેરાનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. 


આ પર્વ શારદિય નવરાત્રીના સમાપન બાદ દશમના દિવસે વિજયા દશમીના રૂપે મનાવવામાં આવે છે. આ તહેવારને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ   વિજયાદશમીની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી દશેરાની શુભેચ્છા પાઠવતા વડાપ્રધાને લખ્યું કે દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ. 


મા દુર્ગા અને ભગવાન રામના આશીર્વાદથી તમે બધા જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત કરો તેવી અભિલાષા.દશેરા એ અધર્મ અને બુરાઈ પર ધર્મની જીતનું પર્વ છે. વિજયાદશમીના દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. વિજયાદશમીનો સંબંધ મા દુર્ગા સાથે પણ છે. નવરાત સુધી યુદ્ધ કર્યા બાદ આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. દર વર્ષે આસો માસના શુક્લ પક્ષની દશમના દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. વિજયાદશમી પર દેશભરમાં રાવણનું દહન કરવામાં આવે છે. તેમજ આ દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

Reporter: admin

Related Post