News Portal...

Breaking News :

બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક માલગાડી સાથે અથડાઈ

2024-10-12 12:30:40
બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક માલગાડી સાથે અથડાઈ


ચેન્નાઈ:  બિહારના મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી એક્સપ્રેસ ચેન્નાઈ નજીક એક માલગાડી સાથે અથડાઈ હતી, ત્યારબાદ ટ્રેનમાં આગ લાગી હતી. 


આ ઘટના કાવરાઈપેટ્ટઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 12 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા અને લગભગ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ટ્રેન રાત્રે 20.27 કલાકે PON પસાર થઈ, ટ્રેનના ક્રૂએ ભારે આંચકા અનુભવી ટ્રેન લૂપ/લાઈનમાં પ્રવેશી અને લૂપ લાઈનમાં સ્ટેબલ્ડ ગુડ ટ્રેન સાથે અથડાઈ હતી. ટ્રેનના એન્જિનમાંથી, 6 કોચ ડી-રેલ થઈ ગયા છે.  


મેડિકલ રિલિફ વેન અને બચાવ ટીમ ચેન્નાઈ સેન્ટ્રલથી શરૂ કરવામાં આવી છે.જીએમ સધર્ન રેલવે ડીઆરએમ ચેન્નાઈ ડિવિઝન અને વરિષ્ઠ અધિકારીઓ સ્પોટ પર આગળ વધી રહ્યા છે.

 ચેન્નાઈ વિભાગમાં હેલ્પ લાઇન નંબરો 
 04425354151
 04424354995

Reporter: admin

Related Post