સુરણનું શાક બનાવવા માટેની સામગ્રીમાં ચોપ કરીને બાફેલુ 500 ગ્રામ સુરણ, એક ચમચી વાટેલા સફેદ તલ, બે ચમચી સીંગદાણાનો ભૂકો, એક ચમચી જીરૂ, અડધી ચમચી લીબુંનો રસ, એક ચમચી દરેલી ખાંડ, એક ચમચી લાલ મરચું, સિંધો મીઠુ અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી જીરૂનો વઘાર કરો. તેમાં તલ અને સીંગદાણાનો ભૂકો ઉમેરી મિક્સ કરો. હવે તેમાં ચોપ કરેલ સુરણ ઉમેરી તેમાં મીઠુ, લીબુંનો રસ, મરચું, ખાંડ ઉમેરી બરોબર મિક્સ કરો. જો તમને કોથમીર ખાતા હોય તો ઉપરથી ભભરવી શકો છો. આ શાક દહીં સાથે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin