સયાજીગંજ ના ધારાસભ્ય કેયુર રોકડીયા ની જાગૃતિ અને સતર્કતા ગોરવા વિસ્તારમાં નિવાસીઓ ને રાહત આપનારી નીવડી છે.
ગોરવા વિસ્તારમાં તાજેતરમાં મારામારી સહિત હિંસક ગુનાઓ નોંધાયા છે.અનિચ્છનીય ઘટનાઓ ને લીધે આ વિસ્તારમાં રહેતા શાંતિપ્રિય લોકો માં ઉચાટ અને ભય વધ્યો હતો.ખાસ કરીને બાળકો, દીકરીઓ અને માતાઓ માટે ભયનું વાતાવરણ ખડું થયું હતું.
નાછૂટકે નાગરિકો એ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડીયા ને વિગતવાર રજૂઆત કરી હતી.
ધારાસભ્યે આ બાબતની ગંભીરતાને તુરત જ ધ્યાનમાં લીધી અને સક્રિય કાર્યવાહી આદરી હતી.નિરીક્ષણમાં એવું જણાયું કે આ વિસ્તારમાં સહયોગ બગીચા અને આઈ.ટી.આઈ.ની આસપાસ લારી ગલ્લાના બિન અધિકૃત દબાણો ની આડમાં ગુનાહિત તત્વો અસામાજિક અને અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરે છે જેના પગલે ખૂનામરકી ની હિંસક ઘટનાઓ ઘટે છે અને શાંતિ જોખમાય છે.
ધારાસભ્ય ની રજૂઆતને પગલે મનપા અને પોલીસ સહિતના તંત્રો એ આજે સંકલિત કાર્યવાહી કરીને દબાણો હટાવ્યા હતા.પરિણામે રસ્તા પણ ખુલ્લા થયા હતા.
જો કે થોડા દિવસ પછી બધું પૂર્વવત ન થઈ જાય એની કાળજી તંત્રે લેવી પડશે અને ધારાસભ્યે પણ તંત્રની કાર્યવાહી ની અસર પર નજર રાખવી પડશે.જરૂર પડે આ વિસ્તારમાં સક્રિય નમચીનો અને પરપ્રાંતિય ગુંડા તત્વો ને પાસા અને તડીપાર કરવા પડશે.તો જ કાયમી શાંતિ સ્થપાશે.
Reporter: News Plus