રાજકોટ : રાજકોટના ગેમઝોનમાં આજે વધુ એક વિકરાળ આગની ઘટના બની છે.જેમાં આશરે ૨૫ જણા ભરખી ગયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે. ગેમ ઝોનમાં કેટલાક બાળકો પણ ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. તો છેલ્લે મળતી માહિતી મુજબ આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.
હાલ, ફાયરના જવાનો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગેમઝોનના પહેલા માળેથી તમામ મૃતદેહો બહાર કાઢી દેવામાં આવ્યા છે અને હવે ગેમ ઝોનના બીજા માળે તપાસ કરવામાં આવી રહી છે. તો ગેમઝોનના સ્ટ્રક્ચર ડિઝાઇનને લઈને સંચાલકો શંકાના ઘેરામાં આવી ગયા છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગેમઝોનના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાશે.
જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં લાગે આગ એટલી ભીષણ છે કે ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે દોડી આવી છે અને ફાયર વિભાગની ટીમોનો આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. મહત્વનું છે કે સયાજી હોટલ પાસે આવેલા ગેમ ઝોનમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. તો, છેલ્લે મળતી માહિતી મુજબ અનેક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે જવા રવાના કરી દેવામાં આવી છે.
તો પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આગ લાગતાં મચી ગયેલ અફરાતફરી બાદ 10 થી 15 લોકોને ગેમઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો, આગ એટલી ભીષણ છે કે તેને જોતાં ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.રાજકોટ ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા. જાણવા મળી રહ્યું છે કે યુવરાજસિંહ ગેમઝોનનો માલિક હતો જે હાલ ફરાર થઈ ગયો છે.
Reporter: News Plus