વડોદરા ની એતિહાસિક ગણાતી રાવપુરા કલેક્ટર કચેરી જ્યા રોજ વડોદરા ના વિકાસની રણનીતિ અને હજારો લાખો લોકો ને ન્યાય આપવાની કામ કરી ને ઊંચું સ્થાન મેળવેલ એવી વડોદરા રાવપુરા કલેક્ટર કચેરી વર્ષો સુધી કાર્યરત રહી ને વડોદરા નું નામ ઊંચું કર્યું છે.
કેટલાય આઇ એસ આવ્યા એને કેટલાય મહત્વના ચુકાદા થયા. એજ વડોદરા રાવપુરા સ્થિત આવેલી હવે કહેવતી જૂની કલેકટર કચેરી ની હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે.આજે ત્યાં કોઈ સાખ સાંભળ માટે કોઈ ને રસ પણ નથી લેતું. જ્યાં જોવો ત્યાં કચરા ના ઢગલા અને ખાવાનું કે નાસ્તો કરી ને પ્લાસ્ટિક ની થેલી પણ કલેકટર કચેરી ના દરવાજા પાસે પડેલી જોવા મળી રહી છે.
આજે આ કલેક્ટર કચેરી ને ન્યાય આપતા જોઈ છે ત્યારે આ કલેકટર કચેરી ને ન્યાય કોણ આપશે. સ્વચ્છ ભારત ની વાતો અહી ખોખલી સાબિત થાય છે. અને કચેરી પોતાનું વર્ચસ્વ પાછું માંગતી હોય એવું લાગે છે. કેટલાય લોકો જ્યા ન્યાય માટે જુલૂસ કે સંખ્યા માં કલેક્ટર ને ન્યાય મળે તે હેતુ થી આવેદન આપવામાં આવતા . કેટલાય સાસક અને વિપક્ષી નીતાઓ પોતાના મતલબ નું અને ફાઈલો પાસ કરાવવા આજ કલેકટર કચેરી એ આવતા અને પોતાના કામ કઢવવા કલ્લાકો સુધી એસી માં બેસી કલેકટર જોડે ચર્ચા પણ કરતા અને પોતાનું કામ પણ કરાવતા. નથી સત્તાધીશો ને નથી પડી કે નથી વિપક્ષ ને પડી.
Reporter: News Plus