News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં કેરીની આવક, કેસર કેરીની સૌથી વધુ માંગ

2024-05-17 11:55:39
વડોદરા શહેરમાં કેરીની આવક, કેસર કેરીની સૌથી વધુ માંગ


વડોદરા શહેરમાં કેસર કેરીની આવક થઈ ગઈ છે. પરંતુ ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે તેથી ઉત્પાદન ઓછું હોવાને સામે ભાવમાં વધારો નોંધાયો છે. કાચી કેરીના ગત વર્ષે 60 રૂપિયા ભાવ હતા જે આ વર્ષે ₹100 કિલો થયા છે. બદામ કેરી હૈદરાબાદથી, રત્નાગીરી હાફૂસ એ રત્નાગીરીથી, કેસર કેરી જુનાગઢ અને વલસાડથી, તથા પાયરી કેરી પણ રત્નાગીરીથી આવે છે. 



કેરીના ભાવ વધુ હોવાને કારણે વેપારીઓ પણ કેરીનો વધુ માત્રામાં સ્ટોક નથી કરી રહ્યા. વેપારીના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન 10 કિલોવાળા 50 બોક્સ એટલે લગભગ 500 કિલો કેરીનું વેચાણ થતું હોય છે. જ્યારે હોલસેલમાં 5000 કિલો સુધીનું વેચાણ થતું હોય છે. વડોદરા શહેરનું કેરી માટેનું એકમાત્ર બજાર ખંડેરાવ માર્કેટની પાછળની બાજુ ભરાય છે. જ્યાં દૂર દૂરથી લોકો કેરીની ખરીદી કરવા માટે આવતા હોય છે. 



કેરીના ભાવની વાત કરીએ તો પાયરી કેરી 100 થી 150 રૂપિયે કિલો, રત્નાગીરી આફૂસ પણ 100 થી 150 રૂપિયે કિલો, કેસર કેરી 80 થી 120 રૂપિયે કિલો, લાલબાગ કેરી 80 રૂપિયે કિલો, બદામ કેરી 60 રૂપિયે કિલો છે.

Reporter: News Plus

Related Post