News Portal...

Breaking News :

RTOમાં 2 દિવસ લાઇસન્સનું કામ બંધ, 800થી વધુ લોકો અટવાયા

2024-05-17 11:24:42
RTOમાં 2 દિવસ લાઇસન્સનું કામ બંધ, 800થી વધુ લોકો અટવાયા


ગુજરાત અને મહારાષ્ટ્રને સોમવારે આવેલા વાવાઝોડાએ ઘમરોળ્યું હતું. જેને પગલે અનેક જગ્યાએ ઝાડ પડવા, કાચ તૂટવા, પતરા ઊડવા અને મૃત્યુ થવાની ઘટના નોંધાઇ છે. બીજી તરફ વડોદરા આરટીઓમાં સેન્સરમાં વરસાદને પગલે પાણી ભરાતાં ફોર વ્હીલરનો ટેસ્ટ ટ્રેક 3 દિવસથી બંધ છે. સિસ્ટમ રિપેરિંગ માટે અમદાવાદ મોકલાઈ છે. આગામી કેટલા દિવસ બાદ ટ્રેક ચાલુ થશે તે સત્તાધીશો માટે પણ કહેવું મુશ્કેલ છે.


રાજ્યના ટ્રાન્સપોર્ટ કચેરી વિભાગ દ્વારા રાજ્યની તમામ આરટીઓને ગુરુવારે અને શુક્રવારે લાઇસન્સને લગતી તમામ કામગીરી બંધ રહેશે તેવી જાણ કરવામાં આવી છે. સારથિ સોફ્ટવેરમાં અપડેશન હોવાથી લાઇસન્સનું કોઈ પણ કામ ઓનલાઇન કે ફિઝિકલ થઈ શકશે નહીં. આ સાથે જ ટેસ્ટ લેવાની કામગીરી પણ થઈ શકશે નહીં.


વડોદરા આરટીઓમાં અંદાજે રોજના 400 ઉમેદવાર ટુ વ્હીલર અને ફોર વ્હીલરના લાઇસન્સ માટે આવી રહ્યા છે ત્યારે તેમને 5 દિવસથી ખોટકાયેલી સિસ્ટમનો ભોગ બનવું પડ્યું છે. વડોદરા આરટીઓ દ્વારા જણાવ્યા મુજબ અગાઉથી ઉમેદવારોને એસએમએસથી જાણ કરાઈ છે. રાજ્ય સરકારે બે દિવસ લાઇસન્સનું કામ બંધ રાખવા જાહેરાત કરી છે. તમામ ઉમેદવારોની એપોઇન્મેન્ટ રિશિડ્યૂલ કરવામાં આવશે. ઉમેદવારો તેમની અનુકૂળતાએ લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

Reporter: News Plus

Related Post