કલેકટરે જનસેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ કર્યા છે. જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. ગઇકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી ગઇકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો.
જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગૂ કરાય તેવું લોકો જણાવી રહ્યાં છે. વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે.
3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે લાભાર્થીઓ આવતા હોય છે.
Reporter: News Plus