News Portal...

Breaking News :

હરણી બોડકાંડમાં દોષિત ઠરેલા રાજેશ ચૌહાણનું સી એમ રાજીનામું લેવડાવશે?

2024-07-15 10:17:18
હરણી બોડકાંડમાં દોષિત ઠરેલા રાજેશ ચૌહાણનું સી એમ રાજીનામું લેવડાવશે?


વડોદરા મહાનગરપાલિકામાં હરણી બોટ કાંડમાં દોષિત ઠરેલા રાજેશ ચૌહાણ સામે શું રાજ્યના મુખ્યપ્રધાન રાજીનામું લેવાનો હુકમ કરશે?


વડોદરામાં હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ તળાવ મોતનું તળાવ બન્યું હતું.18 જાન્યુઆરી મહિનામાં એક શાળાના બાળકો અહીં વિહાર કરવા આવ્યા અને તળાવમાં ડૂબી ગયા હતા.જેમાં 14 ના મૃત્યુ થયા હતા.આ મામલામાં હાલમાં હાઇકોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ સહિત 3 અધિકારીઓને દોષિત ઠેરવવામાં નોટિસ આપી હતી. જેમાં રાજેશ ચૌહાણ દોષિત ઠેરવાયા છે.આગામી સામાન્ય સભામાં રાજેશ ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરવી કે કેમ તે સભાના નિર્ણય લેશે પરંતુ તે દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન રાજેશ ચૌહાણ  વિરુદ્ધ કેવા પગલાં ભરવા માટે આદેશ કરે છે તેના ઉપર સૌની નજર મંડાઇ છે. સંભવત:રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વડોદરા આવી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના આ મસ મોટા કૌભાંડમાં રાજેશ ચૌહાણ વિરુદ્ધ પગલા ભરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.


 ઉપરાંત મહાનગરપાલિકાને કોઈ સૂચના આપવામાં આવે છે કે કેમ તેના ઉપર પણ સૌની મિટ મંડાય છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજેશ ચૌહાણ એ ફરિયાદી હતા પરંતુ ફરિયાદી જ ગુનેગાર ઠર્યા છે અને તેના કારણે તેઓ ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે આગામી 20 જુલાઈના રોજ મહાનગરપાલિકાની છે સામાન્ય સભા યોજાવાની છે અને તેના એજન્ડા ઉપર આ કામ મૂકવામાં આવ્યું છે ત્યારે સામાન્ય સભામાં શું નિર્ણય લેવામાં આવે છે અથવા તો રાજ્યના મુખ્ય પ્રધાન તરફથી રાજેશ આવવાનું રાજીનામું લેવાનું  કોઈ સૂચન કરવામાં આવે છે કે કેમ તેના ઉપર પણ સૌ કોઈ નજર રાખી રહ્યું છે. બની શકે આગામી સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીના નિધનના કારણે મુલતવી થઈ શકે પરંતુ હાઇકોર્ટના કડક વલણ બાદ ત્રણ અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક રહે કાર્યવાહી કરવામાં આવી છે તેવામાં આ સભામાં રાજેશ ચૌહાણ સામે કડક રહે પગલા ભરવામાં આવે તેમ લાગી રહ્યું છે.

Reporter:

Related Post