News Portal...

Breaking News :

વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક થઈ જાય છે : યોગી

2024-07-15 10:11:32
વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાનકારક થઈ જાય છે : યોગી


લખનઉ: લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભાજપે ઘણી બેઠકો ગુમાવતા બહુમત માટે સાથી પક્ષો સાથે ગઠબંધન કરીને એનડીએ સરકાર બનાવવી પડી છે. 


આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે વધુ પડતા આત્મવિશ્વાસથી ક્યારેક ઇજા પણ પહોંચતી હોય છે. ભાજપની એક બેઠકમાં મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું હતું. લોકસભાની ચૂંટણી બાદ લખનઉમાં ભાજપની પ્રથમ પ્રદેશ કાર્યસમિતિની બેઠક મળી હતી. જેમાં યોગી આદિત્યનાથે કાર્યકર્તાઓનો જુસ્સો વધારવાનો પ્રયાસ કર્યો હતો. યોગીએ કહ્યું હતું કે બેકફુટ પર આવવાની જરૂર નથી. વર્ષ ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૨૨માં ભાજપનો વોટશેર હતો તેટલો જ વોટશેર આ ચૂંટણીમાં પણ જળવાઇ રહ્યો છે. કાર્યકારિણીની બેઠકમાં યોગીએ ભાજપને આશા કરતા ઓછી બેઠક મળી તે અંગે પણ વાત કરી હતી. યોગીએ કહ્યું હતું કે આપણે અતિ આત્મવિશ્વાસમાં રહેતા હોઇએ છીએ, એવુ લાગે કે જીત થઇ રહી છે ત્યાં જ નુકસાન પણ થઇ જતુ હોય છે. જેને કારણે વિપક્ષ ઉછળકૂદ કરી રહ્યો છે. 


અમે ૫૦૦ વર્ષની પ્રતિક્ષાનો અંત લાવ્યા છીએ, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે જ ડબલ એન્જિનની સરકારે સપના સાકાર કર્યા છે. ભાજપના કાર્યકર્તાઓને કોઇ પણ સ્થિતિમાં બેકફુટ પર આવવાની જરૂર નથી. ઉ. પ્રદેશમાં ૧૦ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. અને તમામ બેઠકો ભાજપ જીતશે તેવો દાવો પણ યોગીએ કર્યો હતો. આપણે વિજયનો સિલસિલો જાળવી રાખવાનો છે. યોગી આદિત્યનાથે વધુ પડતા આત્મવિશ્વાસવાળુ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે સાત રાજ્યોની વિધાનસભાની ૧૩ બેઠકો પર પેટા ચૂંટણીમાં ભાજપને માત્ર બે જ બેઠક મળી હતી. યોગીએ કહ્યું હતું કે વિશ્વની તાકતો જાણે છે કે જો સમાજ વિખરેલો હશે તો સરળતાથી શિકાર થઇ જશે, એક હશે તો કોઇ તાકાત નહીં તોડી શકે. ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર શું ચાલી રહ્યું છે.તેના પર નજર રાખવાની જરૂર છે.

Reporter:

Related Post