News Portal...

Breaking News :

બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને કોણે શપથ લીધા?

2024-07-11 10:00:57
બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને કોણે શપથ લીધા?


લંડન: ગુજરાતના મૂળની 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મળવી હતી.


તેમણે આ બેઠક પર લેબર પક્ષના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી.બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું 'લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું એ સન્માનની વાત છે. 


ગીતા પર રાજા ચાર્લ્સ પ્રત્યે મારી નિષ્ઠાનો શપથ લેવાનું મને ગર્વ છે.' નોધનીય છે કે, વર્ષ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 એશિયા કપની મેચ બાદ લેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિંદુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષની ઘટના બની હતી. આ ઘટનાને કારણે શિવાનીની જીત થઈ છે.

Reporter: News Plus

Related Post