ગાઝાપટ્ટી : ઇઝરાયેલ ગાઝા પટ્ટીમાં સતત હુમલાઓ કરી રહ્યું છે, એક અહેવાલ મુજબ યુનાઈટેડ નેશન્સના વોર ચાર્ટર હેઠળ શાળાઓ અને હોસ્પિટલોને સંરક્ષણ આપવામાં આવ્યું હોવા છતાં, ઇઝરાયલ સતત શાળાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવી રહ્યું છે.
ઈઝરાયેલ ખાન યુનિસ નજીક આવેલી અલ-અવદા સ્કૂલ માં પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં 30 લોકો માર્યા ગયા છે.પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસની પૂર્વમાં અબાસન શહેરમાં શાળામાં રહેતા વિસ્થાપિત પરિવારોના તંબુઓ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૩૦ લોકો માર્યા ગયા હતા.
માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.ઇઝરાયેલી ટેન્કોએ ગાઝા સિટીમાં આગળ વધતાં તીવ્ર તોપમારો અને ગોળીબાર કર્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓને ઘર છોડી જવાની ફરજ પડી હતી. ઇઝરાયેલે મંગળવારે આ આક્રમક હુમલો કર્યો હતો, તેનાથી યુદ્ધવિરામ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે.
Reporter: News Plus