News Portal...

Breaking News :

યુસુફ પઠાણ દ્વારા કરાયેલા દબાણ સામે કોના આંખ મીચામણા? વર્ષોથી દબાણ ઉભું કરાયું અને તંત્ર હવે જાગ્યું? દબાણ છે તેનો ખ્યાલ હોવા છતાં એક સપ્તાહની મુદત કેમ અપાઈ? 

2024-06-14 22:58:30
યુસુફ પઠાણ દ્વારા કરાયેલા દબાણ સામે કોના આંખ મીચામણા? વર્ષોથી દબાણ ઉભું કરાયું અને તંત્ર હવે જાગ્યું? દબાણ છે તેનો ખ્યાલ હોવા છતાં એક સપ્તાહની મુદત કેમ અપાઈ? 



મૂળ વડોદરાના ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તાંદલજા વિસ્તારમાં પાલિકાના પ્લોટ ઉપર દબાણ ઉભું કરી દેવાયું હોવાના આક્ષેપ હવે કરવામાં આવી રહયા છે અને રહી રહી ને પાલિકા દ્વારા નોટિસ બજાવવામાં આવી છે. જો કે ભાજપાની સત્તા વળી પાલિકાને દુખે છે પેટ અને ફૂટે છે માથું. આટલા વર્ષો સુધી દબાણ રહ્યું તે કોની રહેમ નજર હેઠળ રહ્યું? પાલિકાના કયા અધિકારીના પાપે પાલિકાની તિજોરીમાં તે પૈસા ન આવ્યા? હવે જયારે યુસુફ પઠાણ ટીએમસીમાંથી સાંસદ બન્યા ત્યારે અચાનક કેમ દબાણ યાદ આવ્યું તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. 


યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટ ઉપર દબાણ ઉભું કરવામાં આવ્યું હોવાનું પૂર્વ નગરસેવક દ્વારા સ્થાયી સમિતિના ચેરમેનને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત નામંજૂર કરી હોવા છતાં વર્ષોથી અહીં દબાણ ઉભું કરી દેવામાં આવ્યું તે કોની રહેમ નજર હેઠળ કરાયું? શું પાલિકા અત્યાર સુધી અજાણ હતી? પાલિકાના અધિકારીઓ 10 - 10 વર્ષ સુધી એ તરફ ફરક્યા જ નહિ યુસુફ પઠાણે અત્યાર સુધી જે ગેરકાયદેસર વપરાશ કર્યો,એની રિકવરી યુસુફ પઠાણ પાસે નહીં, પરંતુ પાલિકાના જવાબદાર અધિકારી- રેવન્યુ ઓફિસર, ઝોનલ આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર, ડેપ્યુટી કમિશનર, જમીન મિલકત અમલદાર,HOD જમીન મિલકત વિભાગ,ડે.ટીડીઓ, ટીડીઓ, ડેપ્યુટી મ્યુ.કમિશનર,મ્યુ.કમિશનર પાસેથી રીકવરી કરવી જોઈએ.તેઓની સામે શિક્ષાત્મક પગલા પણ લેવા જોઈએ. સત્તાનો દુરુપયોગ થયો છે તે વાત ચોક્કસ છે.એટલું જ નહી જવાબદાર શાસક પક્ષનાં નેતાઓ પણ ગણાય. અને જો આ કિસ્સામાં વિપક્ષની ભલામણથી જો આંખમીચામણાં થયા હોય તો એ પણ જવાબદાર ગણી શકાય. હાલમાં જયારે તેઓ ભાજપાની વિરુદ્ધ સાંસદ બન્યા તેથી આ મામલો બહાર આવ્યો તો અગાઉ કેમ ન આવ્યો તે પણ એક સવાલ છે.

Reporter: News Plus

Related Post