News Portal...

Breaking News :

સાયબર ફ્રોડના વધતા બનાવો અંગે પોલીસે અલાયદો નંબર જાહેર કર્યો 1930 નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકાશે

2024-06-14 22:48:42
સાયબર ફ્રોડના વધતા બનાવો અંગે પોલીસે અલાયદો નંબર જાહેર કર્યો 1930 નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકાશે



દિવસે દિવસે સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સાયબર ફ્રોડનો  અલાયદો નંબર જાહેર કરવામાં આવ્યો છે આ અંગે વડોદરા જિલ્લા પોલીસ વડા એ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. 



સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અને કેટલાય લોકો સાયબર માફિયાઓનો ભોગ બન્યા છે. થોડા ઘણા પૈસાની લાલચમાં લોકો આવા સાયબર માફિયાઓનો શિકાર બનતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડા દ્વારા આ માટે એક અલાયદો નંબર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડ નો નમ્બર 1930 કાર્યરત છે. હાલ જાન્યુઆરી થી મે 2024 માં ગુજરાત માં 500 કરોડ ના ફ્રોડ નો રિપોર્ટ નોંધાયા છે. 27000 જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે જેમાં ક્રેડિટ કાર્ડ,ઓટીપી સહિત ના ફ્રોડ છે. સૌથી વધારે શેર માર્કેટ ફ્રોડ છે જેમાં 250 કરોડ નું ફ્રોડ છે. જયારે ઓટીપી ને લગતા 20 કરોડ ના ફ્રોડ છે. ઉપરાંત કાર્ડ ને લઈને 30 કરોડ ના ફ્રોડ થયા છે. જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે કોઈને ઓટીપી કે પાસવર્ડ  આપશો નહીં અને  વેરીફાઇડ લિંક પર ક્લિક કરવું નહીં. બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. ફોર્ડ ખબર પડે એટલે તરત બેંક કે 1930 પર ફોન કરવો. કરજણ માં વિઝા ફ્રોડ ની ફરિયાદ નો મામલો સામે આવ્યો છે. 



ગુજરાત માં ઘણી એજન્સી વિઝા નું કામ કરે છે જેમાં કોઈ ઓળખાણ ન હોવા છતાં લોકો વિઝા  ફ્રોડ માં ફસાય છે. કરજણ માં આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ વિઝા માટે ફ્રોડ ની ફરિયાદ કરી છે. પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.

Reporter: News Plus

Related Post