*શ્રી પ્રભુ સુખાર્થે આમ મનોરથ શ્રી પ્રભુને 11000 કેરી અર્પણ કરવામાં આવી.*
* *વ્રજધામ આધ્યાત્મિક સંકુલના પાટોત્સવ નિમિત્તે અલૌકિક આયોજન કરવામાં આવ્યું. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ* *વ્રજધામ સંકુલ* ધાર્મિક સંસ્કારોને વિશ્વમાં પ્રસારિત કરવાના દિવ્ય કાર્યો સાથે સમાજલક્ષી, માનવતાલક્ષી, બાળકો તથા યુવાનોને સમર્પિત રચનાત્મક કાર્યો, રાષ્ટ્ર સમર્પિત સેવાકીય કાર્યો તથા સામાન્ય જનને સમર્પિત સેવાકીય કાર્યો અર્થે અગ્રેસર છે.
સંસ્કારી નગરી વડોદરા ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી મોટું સંકુલ *વ્રજધામ આધ્યાત્મિક સંકુલ* ના પાટોત્સવ નિમિત્તે આજરોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના મનોરથ સ્વરૂપે કેરી મનોરથના દર્શન સાંજે 7:00 કલાકે ખુલ્લા મુકવામાં આવ્યા અને વૈષ્ણવ સંપ્રદાયની મૌલિક પરંપરાઓના અવિસ્મરણીય વારસો કેળવીને વૈષ્ણવ સમાજને અને આજની પેઢીને સંપ્રદાયના જ્ઞાન અને સંસ્કૃતિના સંસ્કારોને પ્રસારિત કરવાનું દિવ્ય કાર્ય વ્રજધામ સંકુલ મારફતે આજે વિશ્વભરમાં યથાવત છે શ્રી વલ્લભકૂલ ભૂષણા નીત્ય લીલાસ્થ પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી (પૂજનીયા જીજી) સંસ્થાપિત વ્રજધામ સંકુલ થકી આપશ્રીના દિવ્ય સત્કાર્યોની યાત્રાને સંકુલના સર્વાધ્યક્ષ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી એ નવીન પ્રકલ્પો અને સત્કાર્યો સાથે આજે અગ્રીમ ઉત્સાહ અને પ્રતિબધ્ધતાથી કાર્યરત રાખી છે.
સંકુલમાં શ્રી ગિરિરાજજી, શ્રી બાલકૃષ્ણ લાલજી શ્રી, મહાપ્રભુજી, શ્રી યમુનાજી ના દિવ્ય ભગવદ સ્વરૂપોની ખૂબ જ સુંદર અલૌકિક સેવાનો ક્રમ કાર્યરત છે જેનો શહેર ઉપરાંત દેશભરની ભાવિક સૃષ્ટિ અવિરત લાભ લે છે. સંકુલમાં બિરાજમાન હાજરા હજૂર શ્રી ગિરિરાજ પ્રભુની અસંખ્ય ભાવિકજનો માનતા લઈને પરિક્રમા કરતા હોય છે અને શ્રી પ્રભુની કૃપા ના અસંખ્ય પરચા આજે પણ યથાવત છે.
વ્રજધામ સંકુલ માં દિવ્ય અખંડ જ્યોતનો મહિમા પણ ખૂબ છે અને એના પણ દર્શનનો હજારો ભાવિકજનો અવારનવાર અવસર માણતા હોય છે.
સંકુલમાં વ્રજધામ વળી પરિવાર થકી વડીલોને સમર્પિત જ્ઞાન અને આનંદમય પ્રવૃત્તિઓ નિયમિત રીતે કાર્યરત છે યુવાનોને સમર્પિત પ્રવૃત્તિઓ અર્થે વ્રજધામ યુવા પરિવાર કાર્યરત છે નિયમિત સત્સંગ થકી સમાજમાં ધાર્મિક પોષણ યથાવત રહે એવા લક્ષ સાથે વ્રજધામ સત્સંગ પરિવાર પણ કાર્યરત છે. વ્રજધામ ના માધ્યમથી બાળકો યુવાનો અને ઉત્સાહીજનો અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ જેમ કે સંગીત નૃત્ય યોગા એરોબિક્સ કુકિંગ આર્ટ વર્ક ટેકનોલોજી ગાઈડન્સ સાથે અનેક વિવિધ વિષયોને આવરી લેતું ટ્રેનિંગ સેન્ટર પણ આજે કાર્યરત છે સંકુલના માધ્યમથી ડાભા મુકામે શ્રી વલ્લભાચાર્યજી બેઠકજીનું સુંદર સંકુલ આજે કાર્યરત છે જેમાં વિશાળ ગૌશાળા પણ સ્થાપિત છે જેમાં 500 થી પણ વધુ ગાયોની સુંદર સાર સંભાળ અને દરકાર લેવામાં આવે છે વ્રજધામ સંકુલના માધ્યમથી કુદરતી હોનારત હોય કે પછી કોરોનાની મહામારી જેવા અપવાદો આવા જરૂરિયાતના સમયે સામાન્ય જનની રાહત પહોંચાડવા પણ સંકુલ તમામ રીતે કાર્યરત બનીને હજારોની સંખ્યામાં જનસમુદાયને સેવાકીય કાર્યો થકી રાહત પહોંચાડે છે. આજે
પૂજ્ય શ્રી ના મંગલ વચનામૃત સાંજે 5:30 કલાકે તેમજ મનોરથ દર્શન સાંજે સાત કલાકે થયા હતાં અને હજારોની સંખ્યામાં વૈષ્ણવોને આ મનોરથ દર્શનનો લાભ મળ્યો હતો. આ મનોરથના મુખ્ય સેવાર્થી શંકરભાઈ પટેલ પરિવાર તથા સહ સેવાર્થી ભાવિકભાઈ શેઠ શર્મિષ્ઠાબેન વકીલ તથા હિનલભાઈ શાહ પરિવાર છે.
Reporter: News Plus