વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વાઘોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવી દેવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ આ જ વિસ્તારમાં પશુપાલકો દ્વારા ઢોર પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ સોમવારે પાલિકા દ્વારા માથાભારે ઇસમોના ગેરકાયદેસર દવાનો ઉપર ફેરવી દીધું હતું.
વડોદરા શહેરમાં પશુઓને પાંજરે પુરવા જતા કર્મચારીઓ પર હુમલાના બનાવવામાં વધારો થયો છે પશુપાલકો પોતાના ઢોર છોડાવવા માટે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી તેઓ ઉપર હુમલો કરી પોતાના ઢોર છોડાવી જાય છે ત્યારે શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલા ઇન્દ્રપુરી હોલ પાસે પણ બે દિવસ પહેલા આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં પશુપાલકોએ ઢોર પાર્ટીના માણસો ઉપર હુમલો કરી પોતાના ઢોર છોડાવી લીધા હતા.
જો કે આ બાદ મહાનગરપાલિકા દ્વારા કડકરાહે કાર્યવાહી કરવામાં આવી હતી અને સોમવારે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર જાતે હાજર રહી આ વિસ્તારના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું અને માથાભારે ઇસમોને સબક મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.
Reporter: News Plus