વડોદરા રેલવે પોલીસેચૂંટણીની આચાર સંહિતાના સમયગાળા દરમિયાન નાર્કોટિક્સના 6 કેસ શોધી કાઢ્યા છે. અને કુલ 6.84 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પરપ્રાંતમાંથી ગુજરાત તરફ આવતી ટ્રેનોમાં જતા-આવતા શકમંદ પેસેન્જરો ઉપર રેલવે પોલીસ દ્વારા સધન ચેકીંગ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ- વડોદરાના એસ.ઓ.જી., એલ.સી.બી., બી.ડી.ડી.એસ., કયુ.આર.ટી., ડોગ સ્કોડ તથા પોલીસ સ્ટેશનોના પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા
તા.16 માર્ચ થી તા.2 જૂન સુધીમાં અવાર-નવાર મહત્વના રેલ્વે સ્ટેશનો ખાતે ખાસ ચેકીંગ રાખી પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, પાર્સલ ઓફીસના પાર્સલો, પોસ્ટ ઓફીસના પાર્સલો તથા પેસેન્જરોની ભીડ-ભાડવાળી જગ્યાઓ, રેલ્વેમાં જતા-આવતા પેસેન્જરો, મુસાફરખાના, વેઇટીંગરૂમ, કલોકરૂમના લગેજ, વાહન પાર્કિંગ, રેલ્વે યાર્ડ વિસ્તાર તેમજ અસરકારક પરપ્રાંતની ટ્રેનોનું સઘન ચેકીંગ કરી N.D.P.S. એકટ હેઠળના સુરત રે.પો.સ્ટે.માં -4, નડીયાદ રે.પો.સ્ટે.માં-1), વડોદરા રે.પો.સ્ટે.માં-1 મળી કુલ 6 કેસો શોધી રજી. કરાવેલ છે. જેમાં 68.426 કિ.ગ્રા. ગાંજો કિંમત રૂા.6,84,260/- નો મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
Reporter: News Plus