News Portal...

Breaking News :

રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણની તૈયારીઓ હાલથી જ શરુ, ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ

2024-06-03 18:20:49
રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણની તૈયારીઓ હાલથી જ શરુ, ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ


લોકસભા૨૦૨૪ ચૂંટણીમાં  જીતના વિશ્વાસ સાથે ભાજપે ધામધૂમ થી ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીએ શપથ ગ્રહણ સમારોહ અને વિજય બાદ એક મોટા સમારોહ માટે મેગા પ્લાન બનાવ્યો છે અને લાગુ કરવાનું કામ પણ શરૂ કરી દીધું છે. એક્ઝિટ પોલના તારણોમાં NDAને મોટી બહુમતી મળી છે. આ પછી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો છે. મતગણતરી 4 જૂન એટલે કે મંગળવારે થશે.



એક અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ સચિવાલયે સુશોભન સામગ્રી માટે ટેન્ડર પણ બહાર પાડ્યા હતા. ચૂંટણીના પરિણામો બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને અન્ય કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનમાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર લગભગ 21 લાખ રૂપિયાનું આ ટેન્ડર 3 જૂને ખુલશે. આ પછી પાંચ દિવસમાં ટેન્ડર મુજબ ઓર્ડર પૂર્ણ કરવાનો રહેશે.



સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ભવનમાં ગયા અઠવાડિયે જ શપથગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સાથે જ ભાજપે પણ ઉજવણી માટે મોટા આયોજનો કર્યા છે. મળતી માહિતી મુજબ, ભાજપ તેમના ફંક્શનનું આયોજન ભારત મંડપમ અથવા કર્તવ્ય પથ પર કરી શકે છે. શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આ સમારોહનું આયોજન કરવામાં આવશે.

Reporter: News Plus

Related Post