વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં ભાસ્કર વિઠ્ઠલ વાડામાં રહેતા 32 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
એસી રીપેરીંગ કરી પોતાનું ગુજરાન ચલાવી રહેલ યુવાનના પરિવારમાં તેના પિતા તેમજ ફોઇ છે. યુવાનના ફોઈ જે ઘરમાં કામ કરે છે ત્યાં આ યુવાન સુવા માટે ગયો હતો. અને ત્યાં એકલતાનો લાભ લઈને અચાનક ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે બનાવની જાણ થતા પોલીસ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ અંગે એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: News Plus