ચોમાસાની સિઝનની શરૂઆત પહેલા જ વડોદરામાં મગરોનો ત્રાસ શરુ થઈ ચુક્યો છે. વાત એવી છે કે, આજે સાંકરદા ગામના તળાવમાં માછલી પકડવા માટે નાંખવામાં આવેલી જાળમાં મહાકાય મગર ફસાઈ જતા ફફડાટ ફેલાયો હતો.
આ બનાવની જાણ થતા જ વન વિભાગના કર્મચારીઓ અને ખાનગી જીવદયા સંસ્થાના કાર્યકરો સાંકરદા દોડી આવ્યા હતા અને તેમણે માછીમારની જાળમાંથી મગરને રેસ્ક્યુ કરી લીધો હતો. સાંકરદાથી પકડાયેલો મગર કમાટીબાગ ખાતે વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો. હવે, તેને તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવશે.
Reporter: News Plus