લગભગ આખાય ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો છે પણ હજીસુધી વડોદરામાં મેઘરાજાએ એન્ટ્રી લીધી નથી. મંગળવારે શહેરમાં આખોય દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળતા વરસાદ પડે તેવી સંભાવના ઉભી થઈ હતી.
વાદળિયા વાતાવરણને લીધે શહેરનું તાપમાન ઘટ્યુ હતુ અને શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.આજે દિવસ દરમિયાન વડોદરાનું તાપમાન લઘુત્તમ 37 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતુ. તાપમાનમાં આંશિક ઘટાડા સાથે વાદળિયું વાતાવરણ પણ જોવા મળતા શહેરીજનોને વરસાદની આશા બંધાઈ હતી.
જોકે, આ લખાય છે ત્યાં સુધી વડોદરામાં વરસાદ પડ્યો નથી. ખેર, મોડીરાત સુધીમાં શહેરમાં વરસાદનું આગમન થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. વાદળછાયા વાતાવરણને લીધે ઠંડકનો અહેસાસ જોવા મળી રહ્યો છે. આ વર્ષે વડોદરામાં હજી સુધી જોઈએ એવો વરસાદ વરસ્યો નથી. હકીકતમાં શહેરમાં સત્તાવાર ચોમાસુ શરૂ થયુ જ નથી.
Reporter: News Plus