News Portal...

Breaking News :

લોકસભા ચૂંટણીમાં EVM અને VVPATની ડેટા વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકાGST એડવાન્સ જમા કરાવવો પડે.

2024-06-18 17:38:06
લોકસભા ચૂંટણીમાં EVM અને VVPATની ડેટા વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકાGST એડવાન્સ જમા કરાવવો પડે.


દેશ અને વિદેશમાં EVM સામે સવાલો ઉભા થયા છે ત્યારે  લોકસભા ચૂંટણી દરમિયાન EVM અને VVPATની ડેટા વેરિફિકેશન માટે ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું કહે છે.


સૂત્રો ના જણાવ્યા મુજબ,પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકા GST એડવાન્સ જમા કરાવવાનો રહે છે. કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લોકસભા ચૂંટણી દરમિયાન EVM અને VVPATની ડેટા વેરિફિકેશન માટે પ્રતિ મશીન 40 હજાર રૂપિયા અને તેના પર 18 ટકાGST એડવાન્સ જમા કરાવવો પડશે. કમિશનના ટેકનિકલ નિષ્ણાતોની ટીમ તમામની સામે ડેટા વેરિફિકેશન કરે છે. જો ફરિયાદ સાચી જણાશે એટલે કે EVM ડેટા અને સ્લિપ વચ્ચે ગડબડી જોવા મળશે, તો કાર્યવાહી કરવામાં આવશે અને ફરીયાદીને સમગ્ર ફી પરત કરવામાં આવશે. 


જો ફરિયાદ સાચી નહીં હોય તો તો ફી જપ્ત કરવામાં આવશે .અગાઉ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે 26મી અપ્રિલે નિર્ણય આપ્યો હતો. જેમાં મત ગણતરીના સાત દિવસમાં ડેટા વેરિફિકેશન માટે અરજી કરવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું હતું કે ઈવીએમ મશીન દ્વારા જ મતદાન કરવું યોગ્ય છે. EVM-VVPATનું 100 ટકા ડેટા વેરિફિકેશ કરવામાં આવશે નહીં. EVMનો ડેટા અને VVPAT સ્લિપને 45 દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવશે. આ સ્લિપ ઉમેદવારો અથવા તેમના એજન્ટોની સહી સાથે સુરક્ષિત રાખવામાં આવશે.

Reporter: News Plus

Related Post