News Portal...

Breaking News :

ઉર્ફી અને ઓરી એકબીજા સાથે શું લગ્ન કરશે?

2024-06-15 18:21:58
ઉર્ફી અને ઓરી એકબીજા સાથે શું લગ્ન કરશે?


ફેશન દિવાની ઉર્ફી જાવેદ અને બોલિવૂડ સેલેબ્સના ફેવરિટ ઓરહાન અવત્રામાણી ઉર્ફે ઓરી એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઘણી વાર સાથે જોવા મળે છે. તેઓ લંચ અને ડિનર ડેટ પર પણ જાય છે. બંને એકબીજાને ઘણા પસંદ કરે છે અને ચાહકોને પણ તેમની જોડી પસંદ આવે છે.


હાલમાં જ બંને મુંબઇમાં ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. માત્ર ઉર્ફી જ નહીં, પણ ઓરી પણ ફેશન દિવાની ઉર્ફી સાથએ લગ્ન કરવા માગે છે. આ બંનેએ જ જાહેરમાં કહ્યું છે.ઉર્ફી અને ઓરી હાલમાં ડિનર માટે બહાર નીકળ્યા હતા. ઉર્ફીએ પ્રિન્ટેડ ગ્રીન ડ્રેસ અને વાદળી કલરની હિલ પહેરી હતી.ઓરીએ મરૂન ટી-શર્ટ, મેચિંગ પેન્ટ અને સ્નીકર પહેર્યા હતા. બંનેએ રેસ્ટોરન્ટની બહાર કેમેરા માટે પોઝ આપ્યો હતો. ઉર્ફીએ પણ ઓરીને ગાલ પર કિસ કરી હતી.


ઓરીએ પણ હસીને ઉર્ફીને ગળે લગાવી હતી. આ સમયે બંનેએ પાપારાઝી સાથે લગ્ન વિશે વાત કરી હતી. પાપારાઝીઓ દ્વારા જ્યારે ઓરીને પૂછવામાં આવે છે કે શું તે ઉર્ફી સાથે લગ્ન કરશે તો ઓરી કહે છે કે કેમ નહીં, ઉર્ફી સાથે કોણ લગ્ન નહીં કરે? ઉર્ફી પાપારાઝીઓને કહે છે કે તમે મારા લગ્નની ચિંતા શું કામ કરો છો. અને પછી તે ત્યાંથી જતી રહે છે.

Reporter: News Plus

Related Post