News Portal...

Breaking News :

ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કર્યો

2024-06-15 18:18:08
ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કર્યો


ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં વધારો કર્યો છે.ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથીવાર વધારો કરવામાં આવ્યો છે. હવે વધુ છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી છે. 


ગુજરાત રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઇ છે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે.  ત્રીજી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી જૂને એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17મી જૂન રવિવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ગેરકાયદે બાંધાકમને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. 


આ પહેલા ત્રણ વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત ચોથી વખત મુદત વધારાઇ છે.

Reporter: News Plus

Related Post