ભારે વરસાદના કારણે વડોદરા શહેર-જિલ્લાના અનેક વિસ્તારોની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ છે. બધે જ પાણી-પાણી જોવા મળી રહ્યું છે.
ત્યારે આવામાં નદીઓના વધી રહેલા જળસ્તરે અનેક ગામોને ભારે અસર કરી છે.આજવામાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરનું પાણી વધી જતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા આખરે જેનો ડર હતો તે થવાની શરૂઆત થઇ ગઈ. વડોદરા શહેર-જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે અનેક નદીઓ અને તળાવના જળસ્તરમાં વધારો થયો છે.જે અંતર્ગત આજવા સરોવરમાંથી પાણી છોડતા વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણીનું લેવલ વધી ગયું છે. જેના કારણે અનેક ગામોને આની માઠી અસર થઇ છે.
વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડવાના પગલે સાવલી તાલુકાનું પીલોલ ગામ સહિત પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે. પિલોલ, મોટાપુરા, કલ્યાણપુરા, નાનાપરા અને દરજી પુરા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. વિશ્વામિત્રી નદીમાં આજવાનું પાણી છોડતા જળસ્તર વધતા તમામ ગામો ના રસ્તાઓ પર પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા. આ પાંચેય ગામોના રસ્તાઓ પર ઢીચણ સમાન પાણી ભરાયા છે. જેના કારણે અવર જવર કરવી મુશ્કેલ બની છે.
Reporter: