News Portal...

Breaking News :

વડોદરા શહેરના તાંદલજા ગામનો તળાવ ઓવર ફ્લો થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી

2024-07-25 10:30:51
વડોદરા શહેરના તાંદલજા ગામનો તળાવ ઓવર ફ્લો થતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી


લાંબા વિરામ બાદ મેઘરાજાએ વડોદરા શહેર સહિત પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે. 


છેલ્લા ઘણા સમયથી હાથતાળી આપી રહેલા મેહુલિયાએ વડોદરા સહિત પંથકમાં મન મુકી હેત વરસાવતા ધરતીપુત્રોના માંથેથી ચિંતાના વાદળો દુર થયા પણ વડોદરા તાંદલજા ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો કારણ કે 7 થી 8 ઇંચ વરસાદમાં તાંદલજા ગામનો તળાવ છલકાઈ ગયો હતો તળાવ છલકાઈ જવાથી પાણી ગામમાં ફરી વળ્યું હતું ગામના ધનટેકરી, નવીનગરી સહિતના વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા જેથી વિસ્તારના લોકોને ખુબ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર ગુલામ ભાઈ વાડીવાલા અને ઇલ્યાસ ભાઈ વાડીવાલા દ્વારા પ્રસ્સનીય કામગીરી કરવામાં આવી હતી ધનટેકરી વિસ્તારમાં તરાપૂ મુકાવ્યું હતું સાથે લોકોને સુરક્ષિત જગાએ ખસેડવા પોલીસ સાથે ખુબ સાથ સહકાર આપ્યો હતો 


JP રોડ પોલીસ સ્ટેશન પી.આઈ સુખદેવ સગર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા રહેણાંક લોકો ને સમજાવી વધારે વરસાદના કારણે તથા રાતના વધારે વરસાદ પડે અને ફસાઈ જવાનો ભય હોય જેથી તેમણે રેસ્કયૂ કરી તાંદલજા સરકારી સ્કૂલ અને આત્મજ્યોતિ સ્કૂલ માં આસરો આપી લઈ જવા સમજાવ્યા હતા સાથે વોર્ડ નંબર 10 ના વોર્ડ ઓફિસર ક્રિષ્ણા સોલંકી પણ તેમના અધિકારીઓ અમિત ભાઈ વગેરે સાથે પાણી ભરાઈ ગયેલા વિસ્તારમાં પોહચી લોકો ને સમજાવી સુરક્ષિત સ્થળે પોહચાડવામાં મદદ કરી રહયા હતા સાથે જમવાનુ પણ બનાવડાવી લોકોને મદદ કરી હતી વરસાદના પાણી નો ભરવો થતા નીચાણ વાળા ઘરોમાં પાણી ભરાયા હતા અને ગામ થી કિસ્મત ચોકડી જવાનો રસ્તો બંધ કરવો પડ્યો હતો સ્થાનિક લોકોનું કહેવું હતું કે તાંદલજા ગામના તળાવમાં ચારે બાજુની કાસ થી બહારનું ગંદુ પાણી ઠલવાય છે તથા કાસને ઊનડે સુધી સફાઈ કરવામાં નહિ આવતા આવી બાડ જેવી સમસ્યા સર્જાઈ હતી

Reporter: admin

Related Post