News Portal...

Breaking News :

મહાનગરપાલિકાની મુજબ બુધવારના રોજ લગભગ ૧૩.૫૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

2024-07-25 00:18:45
મહાનગરપાલિકાની મુજબ બુધવારના રોજ લગભગ ૧૩.૫૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો


ભારે વરસાદની સ્થિતિમાં નિચાળવાળા વિસ્તારમાં તથા ઝુંપડપટ્ટી/વસાહતોમાં પાણી ભરાવાથી શહેરના કુલ ૭૫૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નાગરિકોને ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ ક૨વામાં આવ્યું હતું.


ભારે વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વિવિધ મેડીકલ ટીમ દ્વારા કામગીરી ચાલુ ક૨વામાં આવેલ હતી. ભારે વરસાદની સ્થિતિમાં ૨૪ કલાક સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કંટ્રોલ રૂમ ચાલુ કરી મહાનુભાવો, પદાધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કામગીરીનું ક૨વામાં આવ્યું હતું.ભારે વરસાદની પરિસ્થિતિની ધ્યાને લઇ NDRF અને SDRFની વિવિધ ટીમો પણ સાવચેતીના ભાગરૂપે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.આજવા સરોવરની પાણીની સપાટી ૨૧૦.૫૦ ફૂટ અને વિશ્વામિત્રીની પાણીની સપાટી ૨૦.૫૦ ફૂટ નોંધાઈ છે.ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ધરાશાયી થયેલા ૨૫ જેટલા ઝાડને દૂર ક૨વામાં આવ્યા.મહાનગરપાલિકાની મુજબ બુધવારના રોજ લગભગ ૧૩.૫૦ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તેને લઇને સમગ્ર શહેરમાં પાણી ફરી વળ્યા અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરાઈ જવાથી નાગરિકોને બચાવ અને રાહત કામગીરી માટે વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમો યુધ્ધ ના ધોરણે કામગીરી કરી રહી છે.જયારે NDRF અને SDRF ની ટીમો, ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા વરસાદના પાણીનો નિકાલ, પાણીમાં ફસાયેલ લોકો માટે ફૂડપેકેટની વ્યવસ્થા, આરોગ્યની બાબત ધ્યાને લઇ મેડીકલ ટીમો કાર્યરત કરવામાં આવી છે.મહાનગરપાલિકા દ્વારા જમવાનુ તથા ફૂડપેકેટનું વિત૨ણ નાગરિકોમાં ક૨વામાં આવ્યું.


વડોદરા મહાનગરપાલિકાના કમિશનરની સતત ચાંપતી નજર રાખી રહ્યા છે અને તેમના સૂચન અને માર્ગદર્શન મુજબ બચાવ અને રાહત કામગીરી ક૨વામાં આવી રહી છે. ભારે વરસાદની સ્થિતિમાં આશરે શહેરના રામાપીર મહોલ્લો, વારસીયા, દશામાં તળાવ,સમતા ગ્રાઉન્ડ, બીલ તળાવ, પેન્શનપુરા,સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, ફતેપુરા જેવા વિસ્તારમાંથી કુલ ૭૫૦ જેટલા લોકોનું વિવિધ શેલ્ટર હોમ્સ અને સરકારી શાળાઓમાં સ્થળાંતર ક૨વામાં આવેલ છે જ્યાં મેડીકલની ટીમો દ્વારા તેઓનું ચેકઅપ પણ કરવામાં આવી રહ્યુ છે.નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં લઈ મેડીકલ ટીમો વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. આજવા સરોવરની પાણીની સપાટી ૨૧૦.૫૦ ફૂટ અને વિશ્વામિત્રીની પાણીની સપાટી ૨૦.૫૦ ફૂટ નોંધાયેલ છે.ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં ધરાશાયી થયેલા ૨૫ જેટલા ઝાડને દૂર કરવામાંઆવ્યા. સાથે સાથે જે વિસ્તારોમાં ડ્રેનેજ ચોકપ થયેલ છે ત્યાં ડ્રેનેજ સફાઈ પંપો દ્વારા કરવામાં આવી ૨ઠી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત પબ્લિક એનાઉન્સમેન્સ સિસ્ટમ દ્વારા નાગરિકોને સૂચનાઓ આપવામાં આવી છે.વધુમાં, શક્ય એટલી અન્ય સરકારી સંસ્થાઓ, NGO, ધાર્મિક સંસ્થાઓ પણ બચાવ અને રાહત જેવી કામગીરીમાં સેવાઓ આપી રહી છે.

Reporter:

Related Post