વડોદરા શહેરમાં બુધવારના રોજ વહેલી સવારથી વરસાદી ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં વડોદરા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.
નીચાળવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા પણ કરવામાં આવી છે. જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા પાણીમાં ફસાઈ ગયેલા લોકોને પોતાની ટીમની સાથે ટ્રેક્ટરમાં નીકળીને સલામત સ્થળે ખસેડ્યા હતા.બુધવાર સવારથી ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ કરી છે. જેમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. સ્માર્ટ સિટીના દાવા કરતાં પાલિકાના દાવા પોકળ સાબિત થયા છે.
શહેરમાં એક વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ભરાયા ના હોય.નાગરિકો ખૂબ ત્રાહિમામ થઈ ગયા હતા.જ્યાં જુઓ ત્યાં શહેરમાં પાણી પાણી. જે વિસ્તારમાં પાણી ભરાયા હતા તે વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા પાણીમાં ફસાઈ ગયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેમાં પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ એમ વ્યાસની ટીમ દ્વારા પાણીમાં ફસાઈ ગયેલા લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને સલામત સ્થળે ખસેડ્યા હતા. જોકે શહેરમાં જ્યારે આફત આવી છે ત્યારે પોલીસે પણ પોતાની રક્ષકની ફરજ બજાવીને સરાહનીય કામગીરી કરી હતી.
Reporter: admin