News Portal...

Breaking News :

વડોદરામાં શું ખાવું અને શું ના ખાવું... મરચા થી લઇ પનીર સુધી તમામ વસ્તુઓ અખાધ

2024-05-27 18:56:08
વડોદરામાં શું ખાવું અને શું ના ખાવું... મરચા થી લઇ પનીર સુધી તમામ વસ્તુઓ અખાધ


વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર, ખાધ્ય તેલ, આઈસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, કુલ્ફી, ચીલી પાવડર વિગેરેનું વેચાણ કરતા ઉત્પાદક, ડીસ્ટ્રીબ્યુટર, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવ્યું હતું, સઘન ઈન્સ્પેકશનની કામગીરી દરમ્યાન લેવામાં આવેલ નમુનાઓમાં 10 નમુનાઓ નાપાસ આવેલ છે. જે પૈકી 1 નમુનો અનસેફ અને 9 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવ્યા છે. .જે વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માન.મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં પનીર, ખાદ્યતેલ, આઈસક્રીમ, પેકેજડ ડ્રીંકીંગ વોટર, કુલ્ફી, ચીલી પાવડરનું વેચાણ કરતા ઉત્પાદક, ડીસ્ટ્રીબ્યુટર, રીટેલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરે દ્વારા વડોદરા શહેરનાં હાથીખાના, માંજલપુર, કોરેલીબાગ, સેવાસી, મકરપુરા, સુભાનપુરા, વી.આઈ.પી. રોડ, નીઝામપુરા, ગોરવા સહિતના  વિસ્તારમાં આવેલ ઉત્પાદક, ડીસ્ટ્રીબ્યુટર, રીંટલ દુકાનો, રેસ્ટોરન્ટ, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટમાંથી પનીર, ખાધ્ય તેલ, આઈસક્રીમ, પેકેજડ ડ્રીંકીંગ વોટર, કુલ્ફી, ચીલી પાવડર વિગેરનાં 10 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી 1 નમુનો અનસેફ અને 9 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



ક્યા નમૂના નાપાસ થયા


1. અનીલકુમાર રોહરા , સાગર ટ્રેડર્સ, હાથીખાના - મરચા પાવડર - અનસેફ

2. અશોક કુમાર નારિયેલવાલા, કનૈયાલાલ એન્ડ સન્સ , હાથીખાના - લુઝ મરચા પાવડર - સબ સ્ટાન્ડર્ડ

3. નેમીચંદ દીવાનશી  વાઘેલા, શ્રી રાજસ્થાન કુલ્ફી હાઉસ, માંજલપુર - લુઝ મલાઈ કુલ્ફી - સબ સ્ટાન્ડર્ડ

4. કરણ બોસમીયા, યામિન્ટ ફુડ્સ, કારેલીબાગ - લુઝ પાઈનેપલ આઈસ્ક્રીમ - સબ સ્ટાન્ડર્ડ

5. રૂપાલી દત્તા, જે.એસ.કે. ફુડ્સ એન્ડ બેવરેજીસ કં, સેવાસી - લુઝ પનીર - સબ સ્ટાન્ડર્ડ

6. પવન બચાણી, શ્રી ગાયત્રી આઈસ ઇન્ડસ્ટ્રીઝ, મકરપુરા જીઆઇડીસી - પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટર - સબ સ્ટાન્ડર્ડ

7 શ્રેયાંસ પટેલ , ન્યુટ્રી 6 , સુભાનપુરા - લુઝ સીંગતેલ - સબ સ્ટાન્ડર્ડ

8. કમલેશ હુકમસિંહ, બસ્કિન રોબિન્સ, કારેલીબાગ - લુઝ આઈસ્ક્રીમ - સબ સ્ટાન્ડર્ડ

9. શુભમ કુસ્વાહ, એસ.કે.બેકર્સ, છાણી જકાતનાકા - પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટર - સબ સ્ટાન્ડર્ડ

10. સંજય પટેલ, માનવ બેવરેજીસ, ગોરવા - પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટર - સબ સ્ટાન્ડર્ડ

Reporter: News Plus

Related Post