News Portal...

Breaking News :

વડોદરાના 16 ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા

2024-05-27 18:51:53
વડોદરાના 16 ગેમિંગ ઝોન બંધ કરવામાં આવ્યા


- ફાયર વિભાગની ચકાસણી બાદ પાલિકા વિભાગ દ્વારા આદેશ

- 11 ઈન ડોર અને 5 આઉટ ડોર ગેમિંગ ઝોન ઉપર કાર્યવાહી


વડોદ૨ા મહાનગ૨પાલિકા વિસ્તા૨ની વિવિધ ગેમીંગ ઝોનના સ્થળોએ વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા ૨ચવામાં આવેલ કમિટી દ્વારા તપાસ ક૨તાં કુલ 16 ગેમીંગ ઝોન જણાઈ આવ્યા હતા.  જે અન્વયે કુલ 11 ઈન્ડો૨ અને 5 આઉટડોર ગેમીંગ ઝોનની ચકાસણી કરવામાં આવી હતી. જે તમામ હાલ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.


રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાની ઘટના બાદ વડેરા મહાનગરપાલિકા દ્વારા સતર્કતા બતાવવામાં આવી હતી. અને શહેરના વિવિધ  ગેમઝોનની ચકાસણી ક૨વામાં આવી હતી. જે દરમિયાન  ગેમીંગ ઝોન પૈકી કુલ 11 ૫૨મેનેન્ટ બિલ્ડીંગ છે જે તમામ પાસે ફાયર એનઓસી છે.  અને 5 ટેમ્પ૨૨ી સ્ટ્રક્ચર છે જે પૈકી કુલ 4 માં વ.મ.પા. ના ફાય૨ વિભાગ પાસેથી ફાય૨ એનઓસી  છે તથા 1 વુડા વિસ્તા૨માં આવેલ છે જે રીજનલ ફાયર ઓફીસ૨ની કચે૨ીથી ફાયર એનઓસી મેળવી છે. તદુંપ૨ાંત, 16 ગેમીંગ ઝોન પૈકી કુલ 10 માં બીયુ પ૨મીશન  છે અને 6 માં બીયુ પ૨મીશન નથી. આ 6 પૈકી ફનફેર, ગોલ્ડન સર્કસ, જોય ટ્રેન અને ટેસ્ટ ઓફ વડોદરા (જે હંગામી ધો૨ણે ચાલતુ હતુ) આ 4માં બીયુ ૫૨મીશન લાગુ પડતી નથી. ફન બ્લાસ્ટને તા. 9 મેં ના રોજ  ના રોજ બીયુ ૫૨મીશન અને ફાય૨ એનઓસી ન હોવાના લીધે ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ હતુ.આતાપી વન્ડ૨લેન્ડ, આજવા તા. 1.1.24 થી હાઇકોર્ટમાં લીટીગેશન પેન્ડીંગ હોવાથી બંધ ક૨વામાં આવેલ છે. આમ, હાલમાં કુલ 16 ગેમિંગ ઝોનની ફાયર વિભાગ દ્વારા ચકાસણી પૂર્ણ કરી બંધ ક૨વામાં આવ્યા છે.



બોક્સ :

કયા કયા ગેમઝોન બંધ કરાયા


1. ફન ફેર - નવલખી

2. ફન બ્લાસ્ટ - નવલખી

3. ઈવા મોલ - માંજલપુર

4. રિલાયન્સ મોલ - ઓ પી રોડ

5. સ્નો સિટી - સેવાસી

6. એડવેન્ચર પાર્ક - સેવાસી

7. સેવન સીઝ - ફતેગંજ

8. ઇનઓરબીટ મોલ - એલેમ્બિક

9. તક્ષ ગેલેક્ષી - વાઘોડિયા હાઇવે

10. ટેસ્ટ ઓફ વડોદરા

11. આતાપી વન્ડરલેન્ડ - આજવા

12. જોય ટ્રેન - કમાટીબાગ

13. ફન સ્પેસ ગેમિંગ ઝોન - સેટો મોલ

14. બૂમરેંગ ઇન્ડોર પ્લે પાર્ક - સેન્ટ્રલ સ્ક્વેર મોલ

15. વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા - ગેમ ઝોન

Reporter: News Plus

Related Post