ભારતીય જનતા પક્ષ વિશ્વની સૌ થી મોટી રાજકીય પાર્ટી છે.લોકશાહી દેશમાં આટલી મોટી પાર્ટી,આટલું મોટું સંગઠન ઉભુ કરવું અને ચલાવવું ખૂબ મોટો પડકાર સફળતા પૂર્વક ઉઠાવવાનું ગૌરવ લેવા જેવું કામ છે.સરમુખત્યારશાહી માં સર્વસત્તાધીશ નો એક પક્ષ હોય અને તેનો કોઈ હરીફ જ ન હોય,એટલે સહેલાઇ થી આ થઈ શકે.પરંતુ ભારત જેવા બહુપક્ષિય લોકશાહી દેશમાં દેશવ્યાપી સંગઠન ની રચના અને સંચાલન લોકોનો અતૂટ વિશ્વાસ જીતીને જ થઈ શકે.અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપાર લોકચાહના પક્ષના આ અસીમ વ્યાપક વિસ્તાર માટે મુખ્ય કારણ છે.એના કાર્યકરો, તળિયા થી ટોચ સુધીના,તમામને મોદી સાહેબ સહિત ટોચના તમામ પદાધિકારીઓ દેવ દુર્લભ ગણાવે છે.અને કાર્યકરોનું પક્ષ માટે જે અદભુત સમર્પણ છે તે આ પદવી ને યોગ્ય ઠેરવે છે.
જો કે વડોદરા ભાજપમાં બધું સમુસુતરું જણાતું નથી.લોકસભા ચૂંટણીની શરૂઆતમાં ઉમેદવારની જાહેરાત થી જે વમળ સર્જાયું એ જાણે શમવાનું નામ નામ જ નથી લેતું.દર બે ત્રણ દિવસે કે અઠવાડિયે એકાદ વિવાદ ઊભો થાય છે અને એ શમે ના શમે ત્યાં બીજો વિવાદ રાહ જોઈને ઊભો જ હોય છે.અને આ વિવાદો શિસ્તબદ્ધ અને કેડર બેઝ પાર્ટીની પ્રતિભા પર ઝાંખપ લગાડે છે.અને વિવાદ ઊભો કરનારા સમય,સ્થળ કે વ્યક્તિ કોઈની આમન્યા રાખતા નથી અને જાહેરમાં જાણે કે પક્ષની પ્રતિષ્ઠાનું ચીર હરણ થાય છે.
એક તરફ લોકસભાનું મતદાન ચાલુ હતું ત્યારે જ પૂર્વ વિસ્તારના એક વર્તમાન નગરસેવક અને એક પક્ષ પદાધિકારી વચ્ચે જાહેરમાં ઝપાઝપીની હદ સુધીનો વિવાદ પોલીસ મથક અને પક્ષના મુખ્ય કાર્યાલય સુધી પહોંચ્યો.રાજ્યના પદાધિકારીઓ સુધી પણ આ ખબર પહોંચી જ હશે..
અને હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં શહેરના પશ્ચિમ વિસ્તારના એક પૂર્વ નગરસેવક અને એક સમયના મનપા પદાધિકારી આક્ષેપોનું પોટલું જાહેરમાં ખોલીને બેઠા છે
આ પ્રકરણમાં પણ લોકસભાની ચુંટણી સમયનો વિવાદ જવાબદાર છે.
તેમનું કહેવું છે કે પક્ષના નાના કાર્યકર જેટલી જ જવાબદારી પક્ષની શિસ્ત જાળવવાની મોટા મોટા કાર્યકરોની પણ છે.એમની આ વાતમાં તથ્ય છે.
તેઓ ચુંટણી વખતે પક્ષના એક મોટા નેતાએ કાર્યકરોને નાસ્તા પાણીની સુવિધા નહિ જળવાતી હોવાની જાહેર બેઠકમાં કરેલી ટકોરથી દુઃખી થયા હતા.
એક તબક્કે તેઓએ એક વડીલ નેતા માટે એવા મતલબના ઉચ્ચારણ કર્યા કે કોઈ વિધાનસભાના ધારાસભ્ય હતા તે કોઈ કારણસર જાહેર બેઠકમાં ગુસ્સે થયા અને પક્ષના સંગઠન પર આડકતરા પ્રહારો કરતા હતા.અમે જાહેર અપમાન સાંખી નહિ લઇએ.માત્ર નાના નહિ પણ મોટા કાર્યકરો એ પણ પક્ષની શિસ્ત જાળવવી પડશે કાર્યકરો માટે ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી જ હતી.
પછી થી વાત વાળી લેતા એમને વડીલ અને સન્માન્ય વ્યક્તિ ગણાવ્યા.
અહી સવાલ એ થાય છે કે વડીલે જાહેરમાં ગુસ્સો કર્યો તો તમે પણ જાહેરમાં જ તેનો પ્રતિકાર કરી રહ્યા છો.જ્યારે તેઓ ગુસ્સે થયા ત્યારે જ તેમને બાજુ પર લઈ જઈને સાચી વાત સમજાવી શકાય હોત.આ તો ડાહી સાસરે જાય નહિ અને ગાંડી ને શિખામણ આપે એવો ઘાટ થયો.તેમના નિવેદનમાં અન્ય એક વડીલ અને પૂર્વ ધારાસભ્યનો પણ ઉલ્લેખ થયો.
બીજા જાહેરમાં ગુસ્સો કરે એ જો અવિવેક હોય તો નાની નાની બાબતોમાં સીધું વડીલનું ધ્યાન દોરવા કે પક્ષના સ્થાનિક અધ્યક્ષનું ધ્યાન દોરવાને બદલે વાત માધ્યમો સુધી લઈ જવામાં વિવેક ગણાય?
સૌ એ સમજવું જોઈએ કે આજે વિશ્વમાં જેમની નામના છે એવા રાષ્ટ્રીય નેતાના પક્ષના આપણે કાર્યકરો છીએ.જાહેરમાં બેજવાબદારી ભર્યા વર્તન થી પક્ષની છબી ખરડાય છે.પક્ષની વાત પક્ષના મંચ પર જ ઉકેલાવી જોઈએ.પંચાયતના ચોરે વાદ વિવાદ કરવાથી પક્ષની પ્રતિભાને ઝાંખપ લાગે છે.
આ બાબતમાં સૌ સાથે મળીને ખુલ્લા દિલે સંવાદ/ ચર્ચા કરે અને નાની મોટી ગેર સમજો જાહેરમાં ઉજાગર ન કરતા પક્ષના મંચ પર જ તેનું વિધેયાત્મક ચર્ચા/સંવાદ થી નિરાકરણ આણે...
Reporter: News Plus