વડોદરા શહેરના છેવાડે આવેલા કલાલી ચાણક્ય વુડામાં રહેતા 22 વર્ષીય પવન ઠાકોર ને ચાર અસામાજિક તત્વોએ ચપુના ઘા જીકી મોત ને ઘાટ ઉતાર્યો..
ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે વુડાના ના મકાન માં લગ્ન પ્રસંગ માં ડી.જે વાગતું હતું અને લગ્ન માં લોકો નશો કરી ગમે એમ ગાળો બોલતા હતા તે સમયે કોઈ એ પોલીસ ને 100 નંબર પર વર્ધિ આપી ડી.જે બંધ કરવા જણાવ્યું હતું ત્યારબાદ પોલીસ આવી ને ડી.જે બંધ કરાવી જતી રહી હતી ત્યારે પવન ઠાકોર અને તેના બહેન ત્યાં એના ઘર પાસે બેઠા હતા એટલા માં વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેના માતા પવન પાસે આવી ને તુએ પોલીસ બોલાવી ડી.જે કેમ બંધ કરવું એવું કહી મારા મારી અને બોલાચાલી શરૂ કરી દીધી હતી ત્યારબાદ પવન ને છોડવા માટે તેની બહેન પણ વચ્ચે પડી હતી મામલો વધારે બગડતા વરરાજા પ્રકાશ ચૌહાણ તેમજ તેમના ભાઈ અજય ચૌહાણ તેમજ તેઓના બે અન્ય મિત્રો આવી જતા પવન ને ઢોરમાર મારતા હતા તે સમય દરમિયાન વરરાજા પ્રકાશ એ પોતાની લગ્ન ની કટારી ( ચપુ) વડે પવન પર પેટના ભાગે તેમજ માથા ના ભાગે ઉપર છાપરી ઘા કર્યા હતા તેઓના ભાઈ અજય તેમજ અન્ય બે ઈસમો દ્વારા પવન ને પકડી રાખી વરરાજા પ્રકાશે ચપુ ના ઘા મારી લોહી લુહાન હાલત માં મૂકી ને ફરાર થઇ ગયા હતા
પવન ની બહેન બુમો પાડે એ પહેલાં જ પવન બેભાન અવસ્થામાં નીચે પડી ગયો હતો ત્યારબાદ આજુબાજુ લોકો આવી 108 ને જાણ કરતા સયાજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું
અટલાદરા પોલીસ ને સમગ્ર ઘટના ની જાન થતા પી.આઈ સહિત નો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તાપસ હાથધરી હતી અને તમામ આરોપીઓ ને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા
Reporter: News Plus