News Portal...

Breaking News :

વડોદરાના સર્વેલન્સ ટ અધિકારી મમતા હિરપરાએ પકડાયેલ રૂપિયા અંગે શું કહીંયુ

2024-04-25 15:14:09
વડોદરાના સર્વેલન્સ ટ અધિકારી મમતા હિરપરાએ પકડાયેલ રૂપિયા અંગે શું કહીંયુ

 વડોદરા ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે તરસાલી ચેકપોસ્ટ ખાતેથી 13,50,000 ની રોકડ રકમ ઝડપી પાડી હતી. આ રોકડ શંકાસ્પદ લાગતા મકરપુરા પોલીસ મથક ખાતે જમા કરાવવામાં આવી છે. આ રોકડ રકમ હરીશ પરમાર નામના યુવક પાસેથી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરીશ પરમારે બોડેલીમાં જમીન વેચી બાનાખત કર્યાના રૂપિયા હોવાનું એસએસટી સમક્ષ જણાવ્યું છે આ રોકડ અંગેની જાણ આવકવેરા ખાતાને કરવામાં આવી છે જે બાદ ખાતું આગળની કાર્યવાહી હાથ ધરશે, રોકડ સાથે ઝડપાયેલી યુવકનું કોઈ પોલિટિકલ પાર્ટી સાથે કનેક્શન ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવ્યું છે.આ અંગે સર્વેલન્સ ટીમના અધિકારી મમતા હિરપરાએ જણાવ્યું હતું કે રોકડ રકમ દસ લાખથી વધુ હોવાને કારણે જમીન વેચાણની રકમ હોય કે અન્ય ઉપયોગમાં લેવામાં આવનાર નકર રકમ હોય તે અંગે હવે આવકવેરા વિભાગ તપાસ કરી કાર્યવાહી કરશે.

Reporter: News Plus

Related Post