વડોદરા શહેર પોલીસ અને સંવેલન્સ ટીમે અલગ અલગ રીતે ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન દારૂનો જથ્થો અને રોકડ રકમની થતી હેરાફેરી રોકવા ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં દંતેશ્વર વિસ્તારમાંથી સાત લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે તો બીજી બાજુ ચૂંટણી વિભાગની સર્વેલન્સ ટીમે રૂ.13.50 લાખની રોકડ રકમ સાથે એક વ્યક્તિની પૂછપરછ હાથ ધરી છે.વડોદરા ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે તરસાલી ચેકપોસ્ટ ખાતેથી 13,50,000 ની રોકડ રકમ ઝડપી પાડી હતી. આ રોકડ શંકાસ્પદ લાગતા મકરપુરા પોલીસ મથક ખાતે જમા કરાવવામાં આવી છે. આ રોકડ રકમ હરીશ પરમાર નામના યુવક પાસેથી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરીશ પરમારે બોડેલીમાં જમીન વેચી બાનાખત કર્યાના રૂપિયા હોવાનું એસએસટી સમક્ષ જણાવ્યું છે આ રોકડ અંગેની જાણ આવકવેરા ખાતાને કરવામાં આવી છે જે બાદ ખાતું આગળની કાર્યવાહી હાથ ધરશે, રોકડ સાથે ઝડપાયેલી યુવકનું કોઈ પોલિટિકલ પાર્ટી સાથે કનેક્શન ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવ્યું છે.
એ જ પ્રમાણે પ્રિવેન્ટીવ ક્રાઈમ બ્રાન્ચે આજે સવારે દંતેશ્વર કૃષ્ણનગર ઘાઘરેટીયા વિસ્તારમાં બરોડો પાડી રૂ.સાત લાખની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દારૂના જથ્થા સાથે નરેશ પરમાર અને રાજુ બારીયાની ધરપકડ કરી મકરપુરા પોલીસને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.
Reporter: News Plus