દિલ્હી : દેશભરમાં રવિવાર એટલે કે 10 મેના રોજ અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ વગેરે જેવા રાજ્યોમાં અનેક જગ્યાએ વરસાદ થઈ શકે. આ ઉપરાંત, 50ની ઝડપે સુસવાટા મારતો પવન ફૂંકાશે.બીજી તરફ, દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન, 60ની ઝડપે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થશે.
જો કે રાજસ્થાન, ગુજરાતમાં આવતીકાલે લૂ એટલે કે (હીટવેવ)ની ચેતવણી છે.દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં શનિવારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજની ચેતવણી જાહેર કરી છે. યુપી અને બિહારના અનેક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે.
Reporter: admin







