શહેર જિલ્લાના મહત્વના સ્થળોએ કલાત્મક રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિ નો સંદેશો ફેલાવાય વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા મત વિભાગની પેટા ચૂંટણીનું મતદાન તા.૭ મેના રોજ સવારે ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી યોજાનાર છે.વડોદરા શહેર જિલ્લામાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
SVEEP હેઠળ યોજાયેલ મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વડોદરા શહેર જિલ્લાના અગત્યના સ્થળો પર મતદાન જાગૃતિ માટે કલાત્મક રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં કલેકટર કચેરી,સેન્ટ્રલ બસ સ્ટેશન,અર્થ આઇકોન,ઈવા મોલ અને ડી માર્ટ વાઘોડીયા રોડ સહિત વડોદરા ગ્રામ્યની પાંચ વિધાનસભા મત વિભાગોના મહત્વના સ્થળોએ રંગોળી થકી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
Reporter: News Plus