વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી 7 મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIP અને SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. જાગૃતિ માટેના તમામ પાસાં પણ ચકાસાયા છે.
સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પખવાડિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આગામી રવિવારે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા શહેર ઉપરાંત કરજણ,ડભોઈ,પાદરા,સાવલી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગમાં પણ રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કમાટી બાગ ખાતે રવિવારના રોજ સવારે 6.30 વાગ્યે રન ફોર વોટ કાર્યક્રમ શરૂ થશે. કમાટીબાગથી પ્રસ્થાન થયેલી રન ફોર વોટ’ શહેરના વિવિધ માર્ગો પર ફરી કમાટીબાગ પરત ફરશે
Reporter: News Plus