કોર્પોરેટરોને મેયરે કહ્યું, સંમેલનો અને મહોરલી માટે તૈયારીમાં લાગી જાવ તેમ જણાવ્યું હતું.
ભાજપ રાષ્ટ્રીય સંગઠન મંત્રીએ સંગઠન વ્યવસ્થિત ચાલતું ન હોવા અંગે ટકોર કરી મેયરે કાઉન્સિલરોને ભેગા કરી બેઠક કેમ નથી કરી તેવા સવાલો કર્યા હતા. જે બાદ મેયરે બુધવારે જ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે કાઉન્સિલરોની બેઠક બોલાવી પ્રચાર અંગે સૂચનો આપ્યા હતા.
લોકસભાની ચૂંટણીના પ્રચારને માત્ર 5 દિવસ બાકી છે ત્યારે મંગળવારે રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષે બૂથ લેવલે યોગ્ય કામ ન થઈ રહ્યું હોવા અંગે અને સંગઠન વ્યવસ્થિત ન ચાલતું હોવા મુદ્દે ઉધડો લીધો હતો. તેમણે મેયરને પ્રચારમાં શું કામગીરી કરી છે તેમ પૂછ્યું હતું. જે બાદ બુધવારે મેયરે કાઉન્સિલરોની કારેલીબાગ મધ્યસ્થ કાર્યાલયમાં બેઠક બાેલાવી હતી. જેમાં કાઉન્સિલરોને 3 તારીખના સંમેલનોમાં કામગીરી કરવા તેમજ 4 તારીખની મહારેલીમાં યોગદાન આપવા સૂચના આપી હતી. જોકે મહિલા કાઉન્સિલરે પાણી અને રોડ અંગેની રજૂઆત કરી હતી. પરંતુ તેનો જવાબ અપાયો ન હતો.
કારેલીબાગ કાર્યાલયમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ઉમેદવારને ખર્ચ કરવા અને નાસ્તો-જમવાની વ્યવસ્થા કરવા અને ખર્ચ ન થતો હોય તો કહેજો અમે ઉઠાવી લઈશું, તેમ કહ્યું હતું. જે બાદ બુધવારથી કાર્યાલય ધમધમતા થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માંજલપુર કાર્યાલયમાં 450 કાર્યકરો માટે પાકું ભોજન બનાવાયું હતું
Reporter: News Plus