ન્યૂયોર્ક : મતદારો કમલા હેરિસને ટ્રમ્પના એક સબળ વિકલ્પ તરીકે જુએ છે. તેઓની રણનીતિ પણ તેવી છે કે તે તેઓને છેવટે વિજયી બનાવશે.તેમ ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું છે.
વધુમાં લેખમાં જણાવ્યું છે કે,આ વખતની ચૂંટણી પરંપરાગત ચૂંટણીઓ કરતાં ઘણી જુદી અને ઘણી વધુ મહત્વની બની રહી છે. આ ચૂંટણીમાં જે દાવ ઉપર છે તે જોતાં તેમ લાગે છે કે હેરિસ ખરેખરા પડકારોનો સામનો કરી રહ્યાં છે તેમ છતાં તેઓ ઓછામાં ઓછું જોખમ લઈ અને અજાણતા પણ થતી ક્ષતિઓ નિવારી આગળ વધી રહ્યાં છે. તેથી બહુ સ્પષ્ટ લાગે છે કે મતદારો હેરિસને ટ્રમ્પના એક સબળ વિકલ્પ તરીકે જુએ છે.
તેઓની રણનીતિ પણ તેવી છે કે તે તેઓને છેવટે વિજયી બનાવશે.આ તંત્રી લેખનાં સમાપનમાં લખવામાં આવ્યું છે કે, ટ્રમ્પ ફરી એક વાર સત્તા ગ્રહણ કરવા માગે છે, પરંતુ તે તેમણે પહેલાં સત્તા ગ્રહણ કરી હતી. તે વખતે થયેલા નુકસાન અને વિભાજન કરતાં પણ આ ફરી એકવારનું તેમનું સત્તા ગ્રહણ વધુ નુકશાન કરતાં અને વધુ વિભાજનકારી બની રહેશે. કમલ હેરિસ એક માત્ર પસંદગી બની રહ્યાં છે, તે વાક્ય સાથે તંત્રી લેખનું સમાપન કરાયું છે.
Reporter: admin