News Portal...

Breaking News :

સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશન પર દરોડા

2024-10-02 09:50:25
સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશન પર દરોડા


કોઇમ્બતોર : સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવ સામે તામિલનાડુની કોર્ટના આદેશ બાદ ૧૫૦ પોલીસના કાફલાએ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશન પર દરોડા પાડયા હતા. 


આ દરોડામાં પોલીસ જવાનોની સાથે ત્રણ ડીએસપી પણ જોડાયા હતા. સંસ્થામાં તમામ દસ્તાવેજો અને ત્યાં રહેતા લોકોના ઓળખપત્રો સહિતની ચકાસણી કરી હતી. હાઇકોર્ટમાં હેબીઅસ કોર્પસ પિટિશન દાખલ થઇ હતી. નિવૃત્ત પ્રોફેસર ડો. એસ કામરાજે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે મારી પુત્રીઓને તેમની મરજી વિરુદ્ધ આશ્રમમાં બંધક બનાવી રખાઇ છે. પ્રોફેસરે એવો પણ દાવો કર્યો હતો કે જગ્ગી વાસુદેવની સંસ્થા મહિલાઓનું બ્રેઇનવોશ કરીને તેમને સાધવી બનાવી રહી છે. સાથે જ તેમના પરિવાર સાથેનો સંપર્ક પણ તોડાવી નાખે છે. હાઇકોર્ટે આ દાવાની નોંધ લીધી હતી અને જગ્ગી વાસુદેવને સવાલ કર્યો હતો કે તમારી પુત્રીએ લગ્ન કર્યા છે અને ઘરસંસારવાળુ જીવન જીવી રહી છે તો પછી તમે અન્ય યુવા વયની મહિલાઓને આશ્રમમાં રહેવા કે મુંડન કરાવવા વગેરે કેમ કહે છે? બીજાની પુત્રીઓને સન્યાસી કેમ બનાવો છો? પ્રોફેસર ડો. એસ કામરાજે પિટિશનમાં પોતાની પુત્રીઓ અંગે પણ વિગતો જાહેર કરી હતી, તેમણે જણાવ્યુ હતું કે તેમની બન્ને પુત્રીઓ ૪૨ વર્ષીય ગીતા અને ૩૯ વર્ષીય લતા કામરાજ શિક્ષિત છે. 


ગીતાએ પ્રખ્યાત યુકે યુનિવર્સિટીમાંથી મિકેટ્રોનિક્સમાં માસ્ટર કર્યું છે, ૨૦૦૮માં છૂટાછેડા પહેલા તેનો બહુ મોટો પગાર હતો, બાદમાં તે જગ્ગીની સંસ્થાના યોગા ક્લાસમાં જોડાઇ અને સંસ્થામાં જ રહેવા લાગી. બીજી પુત્રી લતા સોફ્ટવેજ એન્જિનિયર હતી પણ બહેનની જેમ તેણે પણ બધુ છોડીને સંસ્થામાં રહેવાનું નક્કી કર્યું. સંસ્થા ત્યા રહેતા લોકોને એવી દવા અને ભોજન આપે છે કે વ્યક્તિ પોતાના જ્ઞાાનનો ઉપયોગ નથી કરી શકતો અને પરિવારથી ધીરે ધીરે દૂર કરી દેવાય છે.પ્રોફેસરે અરજીમાં કહ્યું હતું કે ઇશા ફાઉન્ડેશન સાથે જોડાયેલા એક ડોક્ટર પર એક આદિવાસી શાળાની ૧૨ વિદ્યાર્થિનીના શારીરિક શોષણનો આરોપ છે, પોક્સો હેઠળ આ કેસ નોંધાયો હતો. દરમિયાન ઇશા ફાઉન્ડેશને આ તમામ આરોપોને જુઠા ગણાવ્યા હતા.

Reporter: admin

Related Post