News Portal...

Breaking News :

નાગરિકોની મિલકતો અને મકાનોને બરબાદ કરવાની ધમકી આપીને તેમનો અવાજ દબાવી ન શકાય: સુપ્રીમ

2024-11-10 15:16:43
નાગરિકોની મિલકતો અને મકાનોને બરબાદ કરવાની ધમકી આપીને તેમનો અવાજ દબાવી ન શકાય: સુપ્રીમ


નવી દિલ્હી: છેલ્લા સમયથી ગુનેગારો અને આરોપીઓના ઘર અને મિલકતો પર સરકાર દ્વારા બુલડોઝર ચલાવી દેવાના ઘણા કિસ્સાઓ બન્યા છે, આવા મામલે સુપ્રીમ કોર્ટે વધુ કડકાઈ બતાવી છે. 


સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ માટે સૌથી સુરક્ષિત સ્થળ તેનું ઘર હોય છે. કોઈપણ ભોગે મકાનોને બુલડોઝ કરવું એ સભ્ય સમાજની ન્યાય વ્યવસ્થા ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણીઓ ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં બુલડોઝર એક્શન સંબંધિત એક કેસમાં કરી છે. આ મામલામાં ચુકાદો આપતાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે કહ્યું કે, અધિકારીઓ પણ આવા બુલડોઝરની કાર્યવાહીનો અયોગ્ય લાભ લઈ શકે છે અને તેનો ઉપયોગ પોતાના અંગત વેર માટે પણ કરી શકે છે.મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ચુકાદામાં કહ્યું કે બુલડોઝર દ્વારા ન્યાય કોઈ સભ્ય ન્યાય પ્રણાલી નથી. 


એક ગંભીર જોખમ એ પણ છે કે જો રાજ્યના કોઈપણ અધિકારી દ્વારા મનસ્વી અને ગેરકાયદેસર એક્શનની પરવાનગી આપવામાં આવશે, તો કોઈ સાથે અંગત રીતે બદલો લેવા પણ નાગરિકોની મિલકતો તોડી પાડવામાં આવશે.મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે કોઈપણ રાજ્યના નાગરિકોની મિલકતો અને મકાનોને બરબાદ કરવાની ધમકી આપીને તેમનો અવાજ દબાવી ન શકાય. માણસ પાસે અંતિમ સુરક્ષિત જગ્યા તેનું ઘર છે. કાયદો જાહેર મિલકત પર ગેરકાયદે કબજો અને અતિક્રમણને યોગ્ય ઠેરવતો નથી.

Reporter: admin

Related Post